Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: દમણથી SUV કારના ચોર ખાનામાં દારૂનો જથ્‍થો સંતાડી ખેપિયો ભરૂચ લઈ જઈ રહ્યો હોવાની બાતમી પારડી પોલીસ મથકના પી.આઈ બી. જે સરવૈયાને મળતા તેમણે સ્‍ટાફને એલર્ટ કરી હતી અને મોતીવાડા રેલવે બ્રિજ પાસેથી બાતમી વાળી SUV કારનં.જીજે-03-એચએ-4292 પસાર થતાં અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા કારના પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાના મળ્‍યા હતા. જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 92 જેની કિંમત રૂા.49600નો જથ્‍થો મળી આવતા ચાલક જૈનેશ મુકેશભાઈ લેઉવા પટેલ ઉવ 35 રહે.ભરૂચ ચિંગલ પૂરા પટેલ ફળિયા રેલવે સ્‍ટેશન પાસેની ધરપકડ કરવામાં આવી હતી અને કાર અને દારૂ મળી પારડી પોલીસે 3.54.600 નો કુલ મુદ્દામાલ કબ્‍જે લઈ વધુ પુછપરછ કરતાં આ દારૂનો જથ્‍થો જૈનેશે દમણ ભીમપોરથી મયુર આહીર પાસેથી મેળવ્‍યો હોવાનું બહાર આવતા તેને વોન્‍ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

Leave a Comment