Vartman Pravah
Breaking NewsOtherગુજરાતવલસાડવાપી

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

અતિ વ્‍યસ્‍ત રોડ અને ટ્રાફિકની સમસ્‍યાને લઈને પોલીસે કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03 : વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપર ટાઉન પોલીસે અતિક્રમણ હટાવાની આજે ઝુંબેશ ચલાવી હતી. રોડ ઉપરના દબાણો જે વેપારીઓ, દુકાનદારો દ્વારા કરવામાં આવેલ હતા તે દૂર કરાયા હતા.
વાપી રેલવે સ્‍ટેશન તરફ જતો રોડ અતિ વ્‍યસ્‍ત છે. રેલવે ફલાય ઓવરબ્રિજની ચાલતી કામગીરીને લઈ વાપી-પૂર્વ-પશ્ચિમની અવર જવર સરકીટ હાઉસથી રેલવે નાળા દ્વારા થઈ રહી છે. તેથી સરકીટ હાઉસથી સ્‍ટેશન તરફ જતા રોડ ઉપર રોજીંદો ટ્રાફિક જામ રહેતો હતો. વારંવાર આવતી જતી ટ્રેન સ્‍ટેશને થોભે એટલે હજારો મુસાફરો વાપી પૂર્વમાં જવાનો એક સાથે ધસારો રહેતા ટ્રાફિકની રોજીંદી સમસ્‍યા પેચીદી બની રહેતી તેથી વાપી પોલીસ સ્‍ટેશનથી સરકીટ હાઉસ સુધીના રોડની બન્ને તરફની દુકાનો કે વેપારીઓ દ્વારા કરાયેલ દબાણો પોલીસે દૂર કરાવી રોડની મૂળ સ્‍થિતિની પહોળાઈ ખુલ્લી કરી હતી. વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

Related posts

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

પારડી મુખ્‍ય ઓવરબ્રિજ પર કન્‍ટેનર અને ટેમ્‍પા વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment