June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકોને શોધવા ચક્રો ગતિમાન કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: યુવાનીની ઘેલછા ઘણો કે ગાંડપણ કંઈક તેવો જ કિસ્‍સો રવિવારે સાંજના સમયે વલસાડ શહેરમાં બન્‍યો હતો. બે કાર ચાલકો વચ્‍ચે ભર બજાર વચ્‍ચે જામેલી રેસમાં એક બાઈક ચાલક દંપતિને અડફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો.
વલસાડમાં રવિવારે સાત-આઠ વાગ્‍યાના સુમારે આવા બાઈ સ્‍કૂલ પાસે બે કાર ચાલકો વચ્‍ચે ભર બજારમાં બેફામ રેસ જામી હતી. આ રેસમાં રોડ ઉપરથી બાઈક ઉપર સવાર થઈ પસાર થઈ રહેલ દંપતિને અડફેટમાં લેવુ હતું. દંપતિ પટકાતા લોકો અને દુકાનદારો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ દંપતિને સારવાર માટે ખસેડાયા હતા. ચર્ચા તો એવી પણ હતી કે આગળ પાવર હાઉસ પાસે પણ અકસ્‍માત કાર ચાલકોએ સર્જ્‍યો છે. જો કે તેની પૃષ્‍ટી થઈ નથી. બીજી તરફ એવી પણ ચર્ચાઓ થતી હતી કે આ કાર રેસ નહી હોય કોઈ બુટલેગરને પકડવા પોલીસે ખાનગી કારમાં પીછો કર્યો હશે. જે હશે તે આગળની વધુ તપાસમાં સત્‍ય બહાર આવશે.

Related posts

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment