Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

સેલવાસ ન.પા.એ બહુમાળીના ખુલ્લા મેદાનમાં દિવાળીનો સામાન વેચવા માટે લાઈટ તથા અન્‍ય સુવિધાઓ સાથે જગ્‍યાની કરેલી ફાળવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના બજારોમાં દિવાળીના તહેવાર નિમિતે વરસાદી પાણીના નિકાલની ગટર ઉપર પાથરણાં પાથરી વિવિધ ચીજવસ્‍તુઓનું વેચાણ કરનારા વિક્રેતાઓને ઉઠી જવા જણાવાયું હતું. પાલિકા તંત્ર દ્વારા બે દિવસથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છતાં પણ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ ઉપર બેસી ચીજવસ્‍તુઓનું વેચાણ કરી રહ્યા હતા. સૂચનાનું પાલન નહીં કરાતા આજે પોલીસ ટીમના સહયોગથી સેલવાસ ન.પા.ના કર્મચારીઓએ વેચવામાં આવી રહેલો સરસામાન જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફટાકડાની દુકાનો માટે અને દિવાળીનો સામાન વેચવા સંદર્ભે કલેક્‍ટરશ્રીની અધ્‍યક્ષતામાં અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તાકીદ કરવામાં આવી હતી કે, ફટાકડાના સ્‍ટોલ કે દિવાળીને લગતો સામાન ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર નહીં વેચવા તાકીદ કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા દિવાળી તહેવાર દરમ્‍યાન ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાનમાં રાખી બહુમાળીના ખુલ્લા મેદાનમાંદિવાળીનો સામાન વેચવા માટે જગ્‍યા ફાળવવામાં આવી છે. જ્‍યાં લાઈટની સુવિધા સાથે અન્‍ય સુવિધાઓની પણ ઉભી કરવામાં આવી છે. છતાં પણ દિવાળીનો સામાન વેચનારાઓ ફૂટપાથ અને ગટરના સ્‍લેબ પર જ સામાન વેચવા બેસી ગયા હતા, જેથી પાલિકા દ્વારા આવા સામાન વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી અને સાથે સમજાવવામાં પણ આવ્‍યા હતા કે જે કોઈએ પણ દિવાળીનો સામાન વેચવો હોય તો બહુમાળીના મેદાનમાં જઈને ત્‍યાં સ્‍ટોલ લગાવી શકે છે.

Related posts

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

Leave a Comment