Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજ રમત ગમત ક્ષેત્રમાં વર્ષોથી સિદ્ધિઓ હાંસલ કરતી આવી છે. ચાલુ વર્ષે કોલેજના ખેલાડીઓ વિવિધ રમતોમાં આંતર યુનિવર્સીટી સ્પર્ધામાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. બાસ્કેટ બોલ રમતમાં એસ.વાય.બી.કોમનો વિદ્યાર્થી હિમાંશુ આહીર ગ્વાલિયર મુકામે, હોકી રમતમાં મીત પટેલ જયપુર મુકામે અને વોલીબોલ રમતમાં એફ.વાય. બી.કોમ.ની વિદ્યાર્થિની શ્રદ્ધા યાદવ રાજસ્થાન મુકામે ભાગ લેવા ગઈ હતી.
રાષ્ટ્રીય કક્ષાએ કોલેજનું પ્રતિનિધિત્વ કરી કોલેજનું ગૌરવ વધારનાર તમામ ખેલાડીઓને કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો, કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રા. વિજયભાઈ ચાંપાનેરી, તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment