October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.09:ચાલું વર્ષે ચોમાસામાં ધોધમાર વરસાદ પડતાં ચીખલી પંચાયત (મા×મ) પેટા વિભાગ હસ્‍તકના મોટા પાયે રસ્‍તાઓ બિસ્‍માર બની ગયા હતા. આ રસ્‍તાઓ ઉપર વરસાદી પાણીના નિકાલનાં અભાવે લાખો રૂપિયાના રસ્‍તાને મોટું નુકસાન થયું હતું. ભર ચોમાસે રસ્‍તાઓ બિસ્‍માર સહિત ઉંડા ખાડાઓ પડી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જેને લઈને ચીખલી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અલગ – અલગ ડિવિઝનોમાં યુદ્ધના ધોરણે રસ્‍તાઓ સમારકામ સહિત નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી. ચીખલી માર્ગ મકાન પંચાયત વિભાગે નુકસાનગ્રસ્‍ત 80 કિ.મી. તેમજ નવીનકરણ પ0 કિ.મી. જેટલા રસ્‍તાઓ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરી આ રસ્‍તાઓની મરામત તેમજ 25 જેટલા રોડની નવીનીકરણ સાથે પેચવર્ક જેવી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરી હતી. ચોમાસાની વિદાય સાથે છેલ્લા કેટલાક દિવસોથી હરકતમાં આવેલા તંત્રએ ચીખલી સહિત ખેરગામ તાલુકામાં અલગ અલગ વિસ્‍તારોમાં તૂટી ગયેલા મુખ્‍ય રસ્‍તાઓની મરામત કરાવી હતી. જેને લઈને સામી દિવાળીએ રસ્‍તાનું નવીનીકરણ કરાવતા ગામડાના લોકોઅને વાહન ચાલકોને રાહત થવા પામી હતી.

Related posts

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

Leave a Comment