April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં અનોખી ફેશન શો સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ધોરણ 6 થી 12ના બાળકોએ ભાગ લીધો હતો. જેમા ધોરણ 6 થી 8ને Newspaper art અને ધોરણ 9 થી 12ને Old is Gold in Bollywood વિષય અપાયો હતો.બાળકો ખૂબ સરસ વિષયાનુસાર વેશભૂષા કરી આવ્‍યા હતા અને અનેરા ઉત્‍સાહ અને જુસ્‍સાસહ પ્રદર્શન કર્યુ હતું. ફેશન શો એક એવી કલા છે કે જે વ્‍યક્‍તિના વ્‍યક્‍તિત્‍વને એક અનોખું રૂપ આપે છે તેમજ એ સૌંદર્ય અને રૂઆબને સારી રીતે વ્‍યક્‍ત કરે છે. સ્‍કૂલ ચેઅર પર્સન લાયન હિના પટેલના જણાવ્‍યા અનુસાર દરેક વ્‍યક્‍તિમાં કુદરતી સૌંદર્ય તો હોય છે, જેને ફેશન સારી રીતે અભિવ્‍યક્‍ત કરવાનું કામ કરે છે. કુદરતી સૌંદર્ય મુજબ જો ફેશનને અપનાવવામાં આવે તો વ્‍યક્‍તિના વ્‍યક્‍તિત્‍વમાં ચાર ચાંદ લાગી જાય છે અને બાળકોમા રહેલી સુષુપ્ત શક્‍તિને જાગૃત કરવા માટે શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી રહેતી હોય છે. બાળકોની કલાને પ્રોતસાહિત કરવા સ્‍પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપવામાં આવી હતી. સુંદર રીતે પોતાના વ્‍યક્‍તિત્‍વને વષાપરિધાન, મનમોહક ચાલ ઢાલ અને મિજાજ વડે કાર્યક્રમને આનંદદાયક બનાવી દીધો હતો. સ્‍કૂલ પરિસરમાં નાના નાના કલાકારોની અદ્‌ભૂત ખુશીની લહેરો જણાઈ રહી હતી.

Related posts

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

Leave a Comment