January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા રાજ્‍યમાં વસતા આબાલવૃદ્ધ નાગરિકોના વિસ્‍તૃત સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખીને ખાણીપીણીમાં થતી ભેળસેળ અને સ્‍વાસ્‍થ્‍યને નુકસાનકારક મુદ્દાઓ પર ગુજરાત સરકારદ્વારા તાત્‍કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
જેના માટે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનના જિલ્લા પ્રમુખ રાજેન્‍દ્ર ઉર્ફે રાજુભાઈ મહેતા (ઉમરગામ)ની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેકટરનાં માધ્‍યમથી મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપ્‍યું છે. જેમાં જણાવાયું છે કે, રાજ્‍યભરમાં ખાધ પદાર્થોમાં વપરાતા રંગ રસાયણ પર પ્રતિબંધ લગાવવું, દૂધની આઈટમો જેવી કે ઘી, માવો, આઈસ્‍ક્રીમ, પનીર, મિઠાઈઓ વગેરે પર ભેળસેળ બાબતે રાજ્‍યવ્‍યાપી અભિયાન ચલાવવું, ખાણીપીણીની સંસ્‍થાઓ પર કાયદાકીય ફરજ પાડવી જોઈએ કે કયા પ્રકારનું તેલ વાપરવામાં આવે છે તે જાણી શકાય તે રીતે સંસ્‍થામાં લખવું, ખાણીપીણીની સંસ્‍થાઓનાં સંચાલકો એમને ત્‍યાં શુદ્ધ બટર વાપરે છે કે ફેટસ્‍પ્રેડ તે જાણી શકાય તે રીતે સંસ્‍થામાં લખવું, રાજ્‍ય સરકારના ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કન્‍ટ્રોલ વિભાગ, તોલમાપ વિભાગ તથા ગ્રાહકોના બાબતોનો વિભાગ વગેરે સંસ્‍થાઓએ નિયમો મુજબની કામગીરી કરવાનું અભિયાન ચલાવવું જો જરૂરી જણાય તો મહેકમ વધારવું, તમાકુ, ગુટખા તેમજ સિગરેટની જેમ જંકફૂડથી સ્‍વાસ્‍થ્‍યને પહોંચતા નુકસાન બાબતે મેનુ કાર્ડ અથવા બોર્ડ પર લખવું જોઈએ તથા સરકારે આ બાબતે એક અભિયાન ચલાવવું જોઈએ, કેસોના ઝડપી નિકાલ માટે દરેક જિલ્લામાં એકએક ફૂડ સેમ્‍પલ ચકાસણી માટે લેબોરેટરી હોવી જોઈએ. સ્‍વાસ્‍થ્‍ય ને વધુ નુકસાનરૂપ કિસ્‍સાઓમાં દંડ નાં બદલે સજા હોવી જોઈએ, ખાધ પદાર્થોમાં આજીનો મોટો તથા મિઠાઈઓમાં ચાંદીની વરખ અંગે મક્કમ નીતિ બનાવવી, આજીનો મોટો જ્‍યારે શરૂ થયેલ ત્‍યારે એનું મોટામાં મોટું પેકિંગ 500 ગ્રામનુ આવતું હતું અને હવે નાનામાં નાનુ પેકિંગ 20 કિલોનું આવે છે. પહેલાં પેકિંગ પર લખવામાં આવતું હતું કે, ઙ્કષ્ટશ્રફર્ૂીતફૂ ત્ત્ફૂફૂષ્ટ ર્તીશ્‍ફૂ ગ્‍ક્ક ઘ્‍ત્ર્શશ્રફુઙ્ઘ બાળકથી સાચવવું હવે બાળકોના પેટમાં એકલું આજી નો મોટો જ જાય છે. જેનાથી બાળકો સહિત બધાને પેટમાં અને મોઢામાં વિવિધ બિમારીઓ ઘર કરી રહી છે.
આવેદનપત્ર આપવા આવેલ પ્રતિનિધિમંડળમાં પ્રદેશ ઉપપ્રમુખ વિજય ગોયલ, જિલ્લા પ્રમુખ રાજુભાઈ મહેતા, વલસાડ વિભાગ પ્રમુખ તેજસભાઈ ત્રિવેદી, વલસાડ વિભાગ મહામંત્રી પ્રવીણભાઈ પટેલ, વલસાડ શહેર પ્રમુખ પ્રદીપભાઈ કોઠારી, શહેર કોષાધ્‍યક્ષ મુકેશભાઈ ઓઝા અને વાપી ટીમનાં શૈલેષભાઈ મહેતા જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં જિલ્લા એકમો કલેકટરોના માધ્‍યમથી મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે.

Related posts

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment