Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

કમોસમી વરસાદને પગલે શ્રમિકોના પડાવો પર કાદવ-કીચડનું સામ્રાજ્‍ય થઈ જતા પરિવારોની હાલત દયનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકામાં વરસેલ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટેઅભિશાપ સાબિત થઈ રહ્યો છે તો બીજીબાજુ શેરડી કાપવા આવેલ શ્રમિકોના પડાવો પર શ્રમિકોની હાલત કફોડી થઈ જવા પામી હતી.
અવારનાર વાતાવરણમાં બદલાવ બાદ ખેતીના પાકના નુકસાનથી ખેડૂતો આર્થિક ફટકાથી ખેડૂતો હજી બહાર આવી શકયા નથી તો અવારનવાર વાતવરણમાં થતા બદલાવથી ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી છે. વાતાવરણમાં આવેલ બદલાવની સાથે તાલુકાના ગામેગામ કમોસમી માવઠાને લીધે શાકભાજી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્‍યું છે તો તુવેર સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો સારા પ્રમાણમાં વરસાદ વરસતા ફેક્‍ટરીઓમાં તેમજ રસના કોલાઓમાં જતી શેરડીની કાપણી અટકી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે અન્‍ય રાજ્‍યોમાંથી શેરડી કાપણી માટે આવેલ શ્રમિકો પડાવ પર રહેતા હોય છે. ત્‍યારે આ કમોસમી વરસાદ થી આ શ્રમિકોની હાલત દયનીય થવા પામી છે. સવારથી જ મેઘરાજા વરસતા ઝૂંપડામાં પાણી ભરાય જતાં ખૂબ જ મુશ્‍કેલી ભોગવવાનો વારો આવ્‍યો હતો. મચ્‍છરનો ઉપદ્રવથી તો પીડાતા જ આ પરિવારોના પડાવો પર કાદવ-કિચડનું સામ્રાજ્‍ય સ્‍થપાઈ જતાં તેઓની આરોગ્‍ય પણ પર સીધી અસર થવાની શકયતા વધી જવા પામી છે.
હાલ તો આ બાબતે જન પ્રતિનિધિઓ આગળ આવે તેઆવશ્‍યકતા વર્તાય રહી છે. તો બીજીબાજુ ખેડૂતો અને આ શ્રમિકો હજી આવનારા દિવસોમાં વરસાદ નહિ વરસે એ આશા સાથે આસમાન તરફ મીંટ માંડી બેઠા છે.

Related posts

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

Leave a Comment