August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

અજાણ્‍યા ભિક્ષુકને સિવિલમાં 108 દ્વારા દાખલ કરેલ,
જ્‍યાં ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડમાં આજે અજીબો ગરીબ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો હતો. ભિક્ષુક પાસેથી રૂપિયા 1,14,480 રોકડા મળી આવ્‍યા હતા. સારવાર માટે 108 દ્વારા સિવિલમાં ખસેડાયા બાદ સારવારમાં અજાણ્‍યો ભિક્ષુક મૃત્‍યુ પામેલ. પરંતુ તેના ખિસ્‍સાઓમાં રોકડા રૂપિયા મળી આવેલ. જે 108ની ટીમે વલસાડ પોલીસમાં જમા કરાવી સરાહનીય કામગીરી બજાવી હતી.
વલસાડમાં રવિવારે બપોરે 108ને કોલ મળેલ કે ગાંધી લાયબ્રેરી પાસે મેટ્રો સુઝ શો રૂમ સામે એક ભિક્ષુક બિમાર હાલતમાં છે. 108ના સ્‍ટાફ ભાવેશ પટેલ અને પાયલોટ કેતન પટેલએ બિમાર ભિક્ષુકને સિવિલમાં સારવાર માટે લઈ ગયેલા. જ્‍યાં ટુંકી સારવારમાં ભિક્ષુકનું મોત થયું હતું પરંતુ તેની ઓળખ માટે કપડાની ચકાસણી કરવામાં આવતા કપડામાંથીરોકડા રૂપિયા 1,14,480 મળી આવતા સૌ ચોંકી ગયા હતા. 108ના સ્‍ટાફે આ રોકડ રકમ સિટી પોલીસમાં જમા કરાવીને સરાહનીય કામગીરી બજાવી હતી.

Related posts

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment