Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આજે જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઉજવણી કરાશે

વલસાડ જિલ્લાના પ્રજાજનોને રાત્રે 8-30 થી 9-30 દરમિયાન બિનજરૂરી વિજળી ઉપકરણો બંધ રાખી સહયોગ આપવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: સમગ્ર વિશ્વમાં તા.26મી માર્ચે જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઉજવણી કરાશે. આ ઉજવણીના ઉપલક્ષમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને રાત્રિના 8-30 થી 9-30 દરમિયાન બિનજરૂરી વીજઉપકરણો બંધ રાખી સહયોગ આપવા ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. સંસ્‍થા દ્વારા અનુરોધ કરાયો છે.
ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. સંસ્‍થાના હેડ મૌતિક દવે જણાવે છે કે, જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઝુંબેશ 2007માં શરૂ કરવામાં આવી હતી. જે જમીની ધોરણે ચાલતું સર્વાધિક મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય આંદોલનનું રૂપ લઇ લીધું છે. જેને વિશ્વભરના લોકો, સમુદાયો, કંપનીઓ, સંસ્‍થાઓ અને દેશોની સામુહિક કાર્યશક્‍તિના આધારે સકારાત્‍મક પ્રભાવ ભો કર્યો છે. જો તમે વિચારતા હો કે એક કલાક બિનજરૂરી લાઇટ બંધ રાખવાથી કેટલો ફરક પડશે? તો પૂરી દુનિયામાં જ્‍યારે બિનજરૂરી લાઇટ બંધ થાય અને એક કલાકના પ્રયોગમાં જળવાયુ પરિવર્તન અને તેને અનુラકૂળ બનાવવા માટેના આ સામૂહિક પ્રયત્‍નનો પ્રભાવ તથા તેના પ્રભાવ તથા તેના પરિણામનોપણ વિચાર કરી જુઓ. જેથી આ વર્ષે આ હકારાત્‍મક કાર્ય સાથે જોડાવાનો નિર્ણય કરી શકશો.
ભારતના જાણીતા સંગીતજ્ઞ શાંતનુ મોઇત્રા તથા તેમના કેટલાક મિત્રો એક સંગી સંધ્‍યા દ્વારા વિષયને અનુラકૂળળ વાતચીત સાથે સંગીતમય મનોરંજન કાર્યક્રમો કરશે. તેમની સાથે શ્રૃતિહસન, દીયા મિર્ઝા, શુભા મુદગલ, મોહિત ચૌહાણ, સ્‍વાનંદ કિરકરે, પોપીન, માટીબની, સિડ, શ્રીરામ નિરજ આર્ય જેવા કલાકરો પોતાના સંદેશા સાથે પોતાની કળાનું પારખું કરાવશે.
આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ શહેરમાં ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. ઓફિસ દ્વારા અર્થ અવર ઉજવણીના ભાગરૂપે તા.26/3/2022ને શનિવારે સવારે 8-00 થી 10-00 દરમિયાન પેડલ ફોર પ્‍લાનેટ નામે સાયકલ રેલીનું આયોજન બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલ તથા પ્રથમ ફાઉન્‍ડેશનના સહકાર દ્વારા કરાયું છે. જેમાં શહેરની નામાંકિત સંસ્‍થાઓ પણ જોડાશે. બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલના બાળકો, પ્રથમ ફાઉન્‍ડેશન સાથે જોડાયેલા સાયકલીસ્‍ટ, આર.પી.એફ.ના જવાનો હાજર રહેશે. આ સ્‍થળે સીગ્નેચર કેમ્‍પેઇન પણ યોજાશે. આ અંગે વધુ માહિતી માટે ડબલ્‍યુ.ડબલ્‍યુ.એફ. સંસ્‍થાના હેડ મૌતિક દવેના મોબાઇલ નંબર 9898197875 ઉપક સંપર્ક સાધી શકાશે.

Related posts

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

Leave a Comment