December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: બે દિવસ પહેલા વાપી જીઆઈડીસીમાં આવેલ સરના કેમિકલ કંપનીમાં ડ્રમ ફેરવતા થયેલા ગેસ લિકેજમાં બે કામદારોના મોત નિપજ્‍યા હતા. જ્‍યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલ. આ પ્રકરણમાં જી.પી.સી.બી.એ સખ્‍ત કાર્યવાહી કંપની સામે કરી છે.
વાપી જીઆઈડીસી પ્‍લોટ નં.1708-1715 તથા 1707માં કાર્યરત સરના કેમિકલ કંપનીમાં ગત તા.5ના રોજ કામદારો ડ્રમ ફેરવતા હતા ત્‍યારે ડ્રમમાંથી ગેસ નિકળતા બે કામદારો ગોરેલાલ મંડળ અને દિલીપ શ્‍યામ સુંદરનું મોત થયું હતું જ્‍યારે ભુવનેશ્વર સારવાર હેઠળ છે. આઘટનામાં જી.પી.સી.બી.એ કંપની સામે સખ્‍ત કાર્યવાહી કરી ક્‍લોઝર નોટીસ આપી છે તેમજ 50 લાખનો દંડ ફટકાર્યો છે તેમજ તપાસ રિપોર્ટ મંગાવ્‍યો છે. કંપની કામદાર પરિવારને કેટલું વળતર આપ છે તે જોવું રહ્યું.

Related posts

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment