Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને રૂ.બે લાખ અને રૂ.50 હજારનો ચેક આપી સન્‍માનિત કર્યા

વલસાડની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા 6 માંથી બે પ્રોજેક્‍ટે રાજ્‍ય કક્ષાએ પ્રથમ અને તૃતીય સ્‍થાન મેળવ્‍યું હતું

સ્‍ટાર્ટઅપ્‍સ શરૂ કરી શકાય તે માટે ઈન્‍વેસ્‍ટર્સ અને સંસ્‍થા વચ્‍ચે સંપર્કોનું આદાન પ્રદાન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગાંધીનગરમાં હેલિપેડ એક્‍ઝિબીશન સેન્‍ટર ખાતે ‘‘સ્‍ટાર્ટઅપ કોન્‍ક્‍લેવ 2023” કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના ખાનગી તેમજ સરકારી ક્ષેત્રેના એકમો અને શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા પ્રદર્શન સ્‍ટોલ્‍સ ગોઠવવામાં આવ્‍યા હતા. જે સ્‍ટોલ દ્વારા જે તે એકમોની અને સંસ્‍થાઓના ઉત્‍કળષ્ટ ઉત્‍પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા.
ઈનોવેટીવ સ્‍ટાર્ટઅપ્‍સ અને પ્રોડક્‍ટસ માટેના આ પ્રદર્શનમાં સરકારી ઇજનેરી કોલેજ વલસાડનો પણ સ્‍ટોલ રાખવામાં આવ્‍યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા પ્રોજેક્‍ટસમાંથી વિકસાવેલી છ જેટલા ઇનોવેટિવ ઉત્‍પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતા. જેમાં બે પ્રોજેક્‍ટ્‍સ ન્‍યુ ઈંડિયા વાઇબ્રન્‍ટહેકાથોન-2023માં રાજ્‍ય કક્ષાએ અનુક્રમે પ્રથમ અને તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરેલી કળતિઓ ડિજિટલ પ્‍લેટફોર્મ ફોર ઇરિગેશન મેનેજમેન્‍ટ અને લોડ બેલેસિંગ ફોર ઓપ્‍ટિમલ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન પર આધારિત છે.
ટીમ લીડર્સ મન જોશી તેમજ તેમની ટીમના ઇલેક્‍ટ્રીકલ, સિવિલ અને એન્‍વાયરમેન્‍ટલ ઈજનેરીના વિદ્યાર્થીઓ તથા તેમના મેન્‍ટર ડો. કે. એલ. મોકરીયા તેમજ ઈન્‍ડસ્‍ટ્રી મેન્‍ટર હીતેશ ભીંગરડીયાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે રૂ.2,00,000/- નો ચેક આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તે જ રીતે કુંદન ચૌહાણ તેમજ ટીમના અન્‍ય તમામ વિદ્યાર્થીઓને રૂ.50,000/- ના ચેક આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
ઈલેક્‍ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી ગણેશ પાટીલની ટીમ દ્વારા ડો. કે. એલ. મોકરીયાના માર્ગદર્શનમાં તૈયાર કરેલો અને દેવાંગ મહેતા એવોર્ડ નોમીનેટેડ સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઈટનો પણ આ કોન્‍ક્‍લેવ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્‍યો હતો. અન્‍ય કળતિઓમાં કેમીકલ વિભાગના ડો. સંજય શ્રીવાસ્‍તવ દ્વારા માર્ગદર્શિત સ્‍મીત ગોસાઇની ટીમે બનાવેલુ અને સ્‍માર્ટ ઈન્‍ડીયા હેકથોન-2022માં પ્રથમ ક્રમે આવનાર ઑક્‍સિજન જનરેટર ‘‘ગ્રીન એનર્જી સોલ્‍યુશન, તોહલ પટેલ દ્વારા ડો. બી. આર. સુદાણીના માર્ગદર્શનમાં નિર્મિત અને ઉન્નતી મહોત્‍સવમાં પસંદગી પામેલા સોલરડ્રાયરનો સમાવેશ થાય છે. કેમીકલ વિભાગમાંથી જ કલીવરપુ પવનની ટીમ દ્વારા નિર્મિત અને હેકાથોન વિનર પ્‍લાસ્‍ટીક વેસ્‍ટમાંથી બનાવેલી મલ્‍ટી પર્પઝ ગેમ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
વલસાડની સરકારી ઈજનેરી કોલેજને આપવામાં આવેલા સ્‍ટોલ પર ભારતના કૌશલ્‍ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્‍ય મંત્રી રાજીવ ચંદ્રશેખર તેમજ અન્‍ય તજજ્ઞો-અધિકારીઓએ મુલાકાત કરી હતી. તેઓને સ્‍ટોલ પરની કળતિઓ/ઉત્‍પાદનો વિષે માહિતી આપવામાં આવી હતી. સ્‍ટોલ પર દેશભરમાંથી આવતા અનેક ઇન્‍વેસ્‍ટર્સે પણ મુલાકાતો કરી હતી અને તેઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્‍યો હતો. ભવિષ્‍યમાં તેમાંથી સ્‍ટાર્ટઅપ્‍સ શરૂ કરી શકાય તે માટે ઇન્‍વેસ્‍ટર્સ અને સંસ્‍થા વચ્‍ચે સંપર્કોનું આદાન પ્રદાન કરવામાં આવ્‍યું હતું.
આમ, સંસ્‍થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણીના માર્ગદર્શનમાં કાર્યરત અધ્‍યાપકો સંસ્‍થાના વિદ્યાર્થીઓની ઇનોવેટીવ ટેકનીકલ સ્‍કીલ તેમજ ઉદ્યોગ-સાહસિકતા વધારી તેઓને આત્‍મનિર્ભર બનાવી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.

Related posts

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી ૪ વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

vartmanpravah

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

Leave a Comment