October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જીવામૃત અને
ઘનજીવામૃત બનાવવા તાલીમ અપાશે

તાલીમ બાદ ખેડૂતોને રાહતદરે જીવામૃત-ઘનજીવામૃતનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પસાર થાય તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષતામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લાના જે ખેડૂતો પાસે દેશી ગાય નથી તેવા ખેડૂતોને ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. ખેડૂતોને સમયસર જીવામૃત અને ઘનજીવામૃત મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકોને જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું તે અંગે તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં તમામ ગૌ શાળાના સંચાલકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ એમના દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ નવતર પહેલને ગૌશાળાના સંચાલકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ખેતવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાયબ પશુપાલન નિયામક જે. વી. વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર વિમલ પટેલ તેમજ સ્ટાફ અને જિલ્લાની ૧૫ ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકો હાજર રહ્યાં હતાં.

Related posts

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment