Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

14મી જાન્‍યુઆરીએ ટ્રેક ઉપર એક સિમેન્‍ટ પોલ કોઈ ઈસમોએ ગોઠવ્‍યો હતો : 35 શકમંદોની તપાસ ચાલુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
અતુલ રેલવે સ્‍ટેશન નજીક ગત તા.14મી જાન્‍યુઆરીએ રાજધાની એક્‍સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર રચાયું હતું. ટ્રેન ટ્રેક ઉપર એક સિમેન્‍ટનો પોલ ગોઠવી દેવાયો હતો. જેથી ટ્રેન ઉતલી પડે પરંતુ એન્‍જીનની ટક્કરમાં પોલના ટુકડા થઈ જતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ઘટનાની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ બે દિવસથી ચાલી રહી છે.
અતુલ સ્‍ટેશન નજીક કોઈ ભાંગફોડીયા તત્ત્વો દ્વારા રેલવે ટ્રેક ઉપર 14મી જાન્‍યુઆરીએ એક સિમેન્‍ટનો પોલ ગોઠવીને સાંજના 5 કલાકે પસાર થતી સુપર ફાસ્‍ટ રાજધાની ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્રરચી નાખેલું હતું. જો કે પોલ એન્‍જીનની ટક્કરમાં તૂટી ગયો હતો. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ અમદાવાદ એ.ટી.એસ. ટીમ, વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી., જી.આર.પી. અને આર.પી.એફ.ના પોલીસ અધિકારીઓની ઉચ્‍ચ ટીમે ઝીણવટભરી તપાસ તાકીદે શરૂ કરી દીધી હતી. આજુબાજુના 500 ઉપરાંત લોકો, રેલવેના મજુરોની ચાંપતી પૂછપરછ કરાઈ હતી. જેમાં 35 જેટલા શકમંદો હાલ પોલીસ રિહાસતમાં રખાયા છે. પોલીસ ઘટનાનો ઊંડાણપૂર્વક તાગ કાઢીને ષડયંત્રનો પર્દાફાસ કરવા ગંભીર રીતે કટીબધ્‍ધ બની ચૂકી છે.

Related posts

પારડીમાં પતંગ રસિકો તથા વેપારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

vartmanpravah

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

Leave a Comment