January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ધરમપુર તાલુકાના આવધા સાકાર વાંચન કુટીર મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈ, સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા, ગ્રામ પંચાયત આવધા તથા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે ધોરણ 10 તથા 12 પાસ વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમનું ઉદઘાટન નિમેશભાઈ ગાંવિત (જિલ્લા તિજોરી કચેરી વલસાડ)ના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે આવધા ગામના ધોરણ 10 તથા ધોરણ 12 માં પાસ થયેલ આવધા તથા આસપાસના ગામના 35 વિદ્યાર્થીઓએલાભ લીધો હતો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભવોએ ધોરણ 10 અને ધોરણ 12 પછી શું કરવું તથા સરકારશ્રી દ્વારા ચાલતા વિવિધ કોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી. નિમેષભાઈ ગાંવિતે વિવિધ પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી તેના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે દરેક વિદ્યાર્થી શરૂઆતથી જ એક ચોક્કસ ધ્‍યેય સાથે પરીક્ષાની તૈયારીઓ કરે તો ધારેલું લક્ષ પાર પાડી શકાય છે.
મરઘમાળ ગામના સરપંચ રજનીકાંતભાઈ પટેલે જણાવ્‍યું કે, અગાઉના સમયમાં આ રીતે શૈક્ષણિક માર્ગદર્શન માટે આવા કાર્યક્રમો થતા ન હતા. જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું શું કરી શકાય તેની માહિતી હતી નહીં પરંતુ આજે માહિતી અને ટેકનોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં ઘણી બધી તકો રહેલી છે એ વિશે સુંદર માર્ગદર્શન આપ્‍યું હતું. શીતળ છાયડો લાઈબ્રેરીના સ્‍થાપક જેન્‍તીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે ભણો, ગણો અને વ્‍યસનથી દૂર રહો. હનમતમાળ સરપંચ વિજયભાઈ માહલાએ જણાવ્‍યું હતું કે આપણે હંમેશા શીખવા માટે તત્‍પર રહેવું જોઈએ.
આ પ્રસંગે નિમેશભાઈ ગાંવિત (જિલ્લા તિજોરી કચેરી વલસાડ), જયંતિભાઈ પટેલ (શીતળ છાંયડોલાઇબ્રેરી નગરિયા), રજનીભાઈ પટેલ (મરઘમાળ સરપંચ), સુભાષભાઈ બારોટ શિક્ષક વગેરે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્‍યું હતું. વૈજલ તથા સુભાષભાઈ બારોટ શિક્ષક આવધા તરફથી તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયભાઈ દળવી, પરિમલ દળવી, દીપેશભાઈ દળવી તથા અજિતભાઈ શેખ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું આયોજન અને સંચાલન સાઈ સેવા સહયોગ ગ્રુપના સભ્‍યો, રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના સભ્‍યો તથા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના કો.ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.

Related posts

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment