Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

મુંબઈ સપ્‍લાય કરવા જઈ રહેલ કન્‍ટેનરમાં રેતી ચોરીથી સરકારને
રૂા.3.43 લાખનું નુકશાન પહોંચાડયું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ભરૂચ, નર્મદા અને સુરત તાપી નદીમાંથી ખનીજ માફિયાઓ બેફામ રોયલ્‍ટી પાસ પરમિટ વગર રેતી ચોરી કરીને મહારાષ્‍ટ્ર, મુંબઈમાં સપ્‍લાય કરતા હોવાનું કૌભાંડ ખાણ-ખનીજ વિભાગે ઝડપી પાડયું છે. બગવાડા ટોલનાકા પાસેથી 28 ટન સફેદ રેતી ભરીને મુંબઈ સપ્‍લાય કરવા જઈ રહેલું કન્‍ટેનર ખાણ ખનિજ વિભાગે ઝડપી પાડયું હતું.
ખાણ ખનિજ વિભાગે કરેલી કાર્યવાહીમાં કન્‍ટેનર નં.ડીડી 01 જી 9407ને બગવાડા ટોલનાકા પાસે અટકાવ્‍યું હતું. કન્‍ટેનરમાં 28 ટન સફેદ રેતી ભરેલી હતી. જરૂરી પાસ પરમીટ જે રજૂ કરાયેલા હતા તે ઓનલાઈન તપાસ કરતા બોગસ નિકળ્‍યા હતા તેથી કન્‍ટેનર સિઝ કર્યુ હતું. રોયલ્‍ટી ભરપાઈ કર્યા વગર ભરાયેલી રેતીથી રૂા.3.43 લાખનું સરકારને નુકશાન થયું હોવાનું બહાર આવેલ છે. વલસાડ ખાણ-ખણીજ અને વડોદરાની સંયુક્‍ત ટીમે કરેલ કાર્યવાહીમાં ડભોઈ-વડોદરા પરીખાના સ્‍ટોફિસ્‍ટ શ્રીપવનપૂત્ર ટ્રેડર્સ સંચાલક જતીન વિનોદભાઈ વડત્રામા રહે.ન્‍યુ શર્મા નિલકંઠ સોસાયટીની વિગતો તપાસમાં બહાર આવી હતી. ટ્રેલર ચાલક સંજીવ યાદવ અને વેપારી જતમીન સામે ગુનો નોંધાયો હતો.

Related posts

અત્‍યંત દયનીય બનેલી સેલવાસ-ખાનવેલ રોડની હાલત: વાહનચાલકો, રાહદારીઓ અને સ્‍થાનિક રહેવાસીઓને પડી રહેલી ભારે તકલીફ

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

ડુંગરા પોલીસે કરવડ-તંબાડી ત્રણ રસ્‍તા પાસે ચોરીના ઈરાદે આવેલા યુવકની અટકાયત કરી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment