(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્તારમાં મળેલ ફરિયાદના આધારે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવામા આવ્યું હતું.
બોમ્બે ગાર્ડન સોસાયટીના મકાનમા ગટરના પાણી ઘુસી રહ્યા હોવાની ફરિયાદના આધારે તપાસ કરતા સોસાયટીના કેટલાક વ્યક્તિઓ દ્વારા ઘરની બ્હાર ગેરકાયદેસરબાંધકામ કરવામા આવી હતી. બીજી જગ્યા નિખિલ અધેસિવ કંપની પીપરીયાની સામે પણ ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું હતુ અને પ્રથમેશ સોસાયટીની પાછળ વધારાનો શેડ બનાવવામા આવ્યો હતો. આ ત્રણે જગ્યા પર નગરપાલિકાની પરમિશન વગર બાંધકામ કરવામા આવેલ અને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ અને દમણ-દીવ નગરપાલિકા વિનિયમન 2004નો ઉલ્લંઘન કરવામા આવેલ છે. જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસર ડો.મનોજ કુમાર પાંડેયના આદેશાનુસાર આ ગેરકાયદેસર બાંધકામોને પાલિકા ઈજનેર શ્રી વિજયસિંહ પરમાર, પાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાએ દરેક ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેઓને પોતાનું ગેરકાયદેસર બાંધકામ પોતે જ હટાવી દેવા માટે સૂચિત કરવામા આવ્યા છે. નહિ તો પાલિકા દ્વારા તેઓ સામે કાર્યવાહી કરવામા આવશે.