Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

સનાતન ધર્મનો જયઘોષઃ 2011થી કળિયુગના સંધિકાળ ખતમ થયા બાદ હવે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના જય જયકારનો આરંભઃ સંત પ્રકાશભાઈ સરાફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: આજે મોટી દમણના મગરવાડા ખાતે દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિશાળ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. દમણની શ્રી રામ શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજીત સામૂહિક હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમે લોક આંદોલન અને લોક ભક્‍તિનું સ્‍વરૂપ પકડી લીધું હોવાનું આજે ક્રિસમસ જેવા તહેવાર નિમિત્તે પણ લોકોએ સનાતન ધર્મને જાળવી રાખવા બતાવેલી પોતાની પ્રતિબધ્‍ધતાથી પ્રતિતિ થતી હતી.
આ પ્રસંગે પ્રારંભમાં સાંજે 4 વાગે બાળકોએ રામ દરબારની ઝાંખી રજૂ કરી હતી. જેમાં બાળકોએ શ્રીરામ, લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી, શ્રી કૃષ્‍ણ, ભરત, શત્રુઘ્ન જેવા રૂપની વેશભૂષા ધારણ કરી હતી. આ બાળકોને સમસ્‍ત મોટી દમણમાં ભ્રમણ કરાવવામાં આવ્‍યું હતું જેથી પヘમિી સંસ્‍કૃતિ તરફ આકર્ષાતા બાળ માનસને ભારતીય સનાતન સંસ્‍કૃતિ તરફ વાળવાનો ઉમદા પ્રયાસ કરાયો હતો.
સાંજે 6 વાગે દૂધીમાતા મંદિરમાં આરતી બાદ ભજન અને રામધૂન પણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ સામૂહિક હનુમાન ચાલીસાના પઠનના કાર્યક્રમનોઆરંભ કરાયો હતો.
આ પ્રસંગે જયપુર રાજસ્‍થાનથી ખાસ ઉપસ્‍થિત રહેલા સંત શ્રી પ્રકાશભાઈ સરાફે પોતાની જોશ ભરી વાણીમાં યુવાનોને સનાતન ધર્મને નષ્‍ટ કરવા થયેલા પ્રયાસોની પણ જાણકારી આપી હતી. તેમણે કળિયુગના સંધિકાળ ખતમ થયા બાદ હવે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના થનારા જય જયકારનો આરંભ થઈ ચૂક્‍યો હોવાની ઘોષણા પણ કરી હતી.
આગામી તારીખ 22મી જાન્‍યુઆરીએ અયોધ્‍યામાં રામલલ્લાના મંદિરને રાષ્‍ટ્ર મંદિર તરીકે ઓળખાવી સંતશ્રી પ્રકાશભાઈ સરાફે સ્‍વામી વિવેકાનંદને ટાંકી ઉપસ્‍થિત ધર્મ પ્રેમીઓને ઉત્‍સાહજનક માહિતીઓ આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ડાભેલ ભાજપ મંડળના અધ્‍યક્ષ શ્રી અમ્રતભાઈ પટેલ, દમણ ન.પા.ના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ઈશ્વર, દૂધીમાતા મંદિરના ટ્રસ્‍ટીઓ સહિત ખૂબ મોટી સંખ્‍યામાં હનુમાન ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન બાદ મહાપ્રસાદનો પણ લાભ લેવામાં આવ્‍યો હતો.

Related posts

પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર સ્‍વ. દેવશીભાઈ ભાટુની સ્‍મૃતિમાં સેલવાસ બિલ્‍ડર એસોસિએશન દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 130 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment