Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગરહવેલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્‍યાન ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સેલવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં 73.6 એમએમ નોંધાયો છે. વધુમાં સિઝનનો કુલ વરસાદ 341.2 એમએમ એટલે કે 13.43 ઇંચથી વધુ થયો છે. મધુબન ડેમનુ લેવલ 69.60 મીટર છે, ડેમમાં પાણીની આવક 3151 ક્‍યૂસેક છે અને પાણીની જાવક 353 ક્‍યુસેક છે. હાલમાં વરસાદ સારો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરનું ધરું તૈયાર થઈ ગયું છે તેવા ખેડૂતોએ ખેતરમાં રોપણી રોપવાની શરૂઆત કરી દીધી છે.
==============
દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીમાં નવા 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 07 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6304 કેસ રીકવર થઇ ચૂક્‍યા છે, ત્રણ વ્‍યક્‍તિઓના મોત થયા છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 173 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. અને રેપિડ એન્‍ટિજન 38 નમૂના લેવામાં આવેલ હતા જેમાંથી એક પણ રીપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી. પ્રદેશમાં 2 કન્‍ટાઈનમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.

Related posts

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment