Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

ભવ્‍ય વિજય પાછળ પ્રધાનમંત્રી મોદીની ગેરંટી અને વિકાસના સંકલ્‍પનું ખુબ મોટું યોગદાનઃ દાનહ અને દમણ-દીવમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોથી આ બંને બેઠકો ઉપર પણ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું કમળ સોળે કળાએ ખિલશેઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: આજે 4 રાજ્‍યોની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપને રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં મળેલા ભવ્‍ય વિજયને વધાવવા પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં નાની દમણ બસ સ્‍ટેન્‍ડ નજીક એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં પ્રદેશ કાર્યાલયથી રેલી સ્‍વરૂપે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ નજીક સેંકડો કાર્યકર્તાઓ પહોંચ્‍યા હતા. જેમાં પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી બી.એમ.માછી, પ્રદેશ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ વગેરે પણ જોડાયા હતા. જ્‍યાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન ટંડેલ, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી પિયુષ પટેલ, પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદભાઈલધાણી, ગુજરાત રાજ્‍ય ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ વગેરેએ અભિવાદન કર્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્‍સવને મનાવ્‍યો હતો. ત્‍યારબાદ આતશબાજીથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઉઠયો હતો.
આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ ભવ્‍ય વિજય પાછળ પ્રધાનમંત્રી મોદીની ગેરંટી અને વિકાસના સંકલ્‍પનું ખુબ મોટું યોગદાન છે. ફરી એક વખત દેશની જનતાએ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ ઉપર પોતાનો ભરોસો વ્‍યક્‍ત કર્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા સાડા નવ વર્ષ દરમિયાન આદિવાસી, પછાત, દલિત, ખેડૂત સહિત તમામ વર્ગના કલ્‍યાણ માટે કાર્યાન્‍વિત વિવિધ યોજનાઓ અને દેશમાં થયેલા વિકાસનું પરિણામ છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઉપર 2024ની ચૂંટણીમાં કમળ સોળે કળાએ ખિલશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જે પ્રમાણેનો વિકાસ થયો છે તે ઐતિહાસિક છે અને પ્રદેશના લોકો વિકાસ ઉપર મહોર મારશે તેનો ભરોસો છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતીસોનલબેન પટેલ, આંટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, શ્રી મહેન્‍દ્રભાઈ કામલી, આદિવાસી નેતા વિક્રમભાઈ હળપતિ, આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ, પ્રદેશ અનુ.જાતિ મોરચાના અધ્‍યક્ષ શ્રી નિમેષ દમણિયા, પ્રદેશ લઘુમતિ મોરચાના અધ્‍યક્ષ શ્રી શૌકત મીઠાણી, શ્રી બલવંત યાદવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

Leave a Comment