December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

તમામ મુસાફરોને સલામત રીતે બહાર કઢાતા ચમત્‍કારિક બચાવ થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: કપરાડાથી નાસિક-શિરડી તરફ જઈ રહેલી લક્‍ઝરી બસ દાબખલ પાસેથી પસાર થતી હતી તે સમયે અચાનક બસમાં આગ ભભૂકી ઉઠતા ઘટના સ્‍થળે અફરા તફરી મચી જવા પામી હતી.
કપરાડાના દાબખલ નજીકથી આજે મળસ્‍કે લક્‍ઝરી બસ નં.એઆર 01 ટી 3269 પસાર થઈ રહી હતી ત્‍યારે બસમાં અચાનક ભિષણ આગ ભભુકી ઉઠી હતી. મળસ્‍કે બસમાં મુસાફરો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્‍યાં કમનસીબ ઘટના ઘટી હતી. નાસિક-શિરડી તરફ જતી બસમાં આગ લાગ્‍યાની ઘટનાની જાણ ધરમપુર, વાપી, પારડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. બીજી તરફ બસમાં આગ લાગવાથી મુસાફરો બુમાબુમ અને ચીસો પાડી રહ્યા હતા. અન્‍ય વાહનો થોભીને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્‍યા હતા. પરંતુ આખી બસ બળીને ખાખ થઈ જતા મુસાફરોનો કિંમતી સામાન પણ બસમાં સ્‍વાહા થઈ ગયો હતો. કલાકોની જહેમત અને સતત પાણીનો મારો ચલાવી ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ કરી લીધો હતો.ધરમપુર પોલીસ ઘટના સ્‍થળે પહોંચી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment