October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

રમતોત્‍સવના પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી. બારીયા તથા બીજે દિવસે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલાએ ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: કિલ્લા પારડી સ્‍થિત અંગ્રેજી સ્‍કૂલ પારડી ખાતે બે દિવસનો વાર્ષિક રમતોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તારીખ 27-12-2023 ના રોજ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બીડી બારીયાની ઉપસ્‍થિતિમાં પ્રાથમિક ધોરણના આશરે 850 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
જ્‍યારે બીજા દિવસે તારીખ 28-12-2023 ના રોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલાની ઉપસ્‍થિતિમાં માધ્‍યમિક કક્ષાના 1000 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓને દાદા દાદી અને સ્‍વામી હરિપ્રસાદ દાસજીના હસ્‍તે મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા.
શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ શિક્ષણની સાથે સાથે વિવિધ રમતોને પણ એટલું જ મહત્‍વ આપી પોતાનાદરેક વિદ્યાર્થીઓને એમને પસંદગીની દરેક રમતોમાં ધ્‍યાન આપી એમને એ રમતોમાં પારંગત બનાવે છે જેને લઈ આજે વલ્લભ આશ્રમ સ્‍કૂલના 80 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં સ્‍ટેટ તથા નેશનલ લેવલે રમી રહ્યા છે.
આજના આ વાર્ષિક રમતોત્‍સવમાં પધારેલા મુખ્‍ય મહેમાન એવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલાએ જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીઓએ મોબાઈલ અને જંક ફૂડ થી દૂર રહેવું જોઈએ અને રમતગમત પર ધ્‍યાન આપવું જોઈએ કારણકે રમતગમતથી જ સોશિયલ ફિઝિકલ અને મેન્‍ટલી રીતે ફીટ રહેવાય છે સાથે સાથે રમતગમતથી વિદ્યાર્થીઓને વિટામિન ડી પણ મોટા પ્રમાણમાં મળી રહે છે. તેઓએ વલ્લભ આશ્રમ સ્‍કૂલને બિરદાવતા ખાસ કહ્યું હતું કે, આ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્‍યાન આપી વિદ્યાર્થીઓને રમત ગમતમાં પારંગત બનાવી આગળ લાવે છે જેને લઈ આજે સ્‍કૂલના વિદ્યાર્થીઓ સ્‍ટેટ અને નેશનલ લેવલે વિવિધ રમતોમાં રમી રહ્યા છે. આ પ્રસંગે વાલીઓને પણ એમણે એટલા જ ધન્‍યવાદ આપ્‍યા હતા કે જેઓ પોતાના બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે આટલી મોટી સંખ્‍યામાં પધાર્યા હતા.
વલ્લભ આશ્રમ સ્‍કૂલના પ્રિન્‍સિપલ અનુરાગ શર્માએ બે દિવસ યોજાયેલ વાર્ષિક રમતોત્‍સવની સંપૂર્ણ જાણકારી આપીહતી. તેઓએ જણાવ્‍યું હતું કે આ વાર્ષિક રમતોત્‍સવના પ્રથમ દિવસે પ્રાથમિક કક્ષાના 850 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્‍યારે બીજે દિવસે માધ્‍યમિક કક્ષાના 1000 જેટલા વિદ્યાર્થીઓએ આ રમતોત્‍સવમાં ભાગ લીધો હતો. વધુમાં એમણે જણાવ્‍યું હતું કે, 10 જેટલા વલ્લભ સ્‍કૂલના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે રમી રહ્યા હોય હવે એ દિવસો દૂર નથી કે ગુજરાત તરફથી ઓલમ્‍પિકમાં વલ્લભ આશ્રમ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હોય.
સ્‍કૂલના ટ્રસ્‍ટી કુશ સાકરીયા આ પ્રસંગે સૌ પ્રથમ વાલીઓનો આભાર માન્‍યો હતો કે જેઓએ અમારા પર વિશ્વાસ મૂકી એમના બાળકો અમને સોંપ્‍યા છે. વિદ્યાર્થીઓનું ઘડતર એવી રીતે કરવાનું છે કે તેનું નામ વર્લ્‍ડમાં ગુંજતું થાય. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે સોશિયલ મીડિયાના કારણે ઘણા બાળકોની દિશા વિખેરાઈ ગઈ છે. વાલીઓ શિક્ષકો અને સ્‍કૂલો બધાએ એક સાથે મળીને પોતાની કોમન જવાબદારીથી બાળકોને એક સીધી દિશામાં લાવી બાળકોને રમતગમત પ્રત્‍યે પ્રોત્‍સાહિત કરવા જોઈએ જેથી બાળકો મોબાઈલનું દુષણ છોડી બહાર મેદાન પણ રમતા થાય. વલ્લભ આશ્રમ સ્‍કૂલ પણ દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત પ્રત્‍યે પણ એટલું જ ધ્‍યાન અપાવી રહી હોય જેને લઈ આજે 80 જેટલા વિદ્યાર્થીઓસ્‍ટેટ અને નેશનલ લેવલે રમી રહ્યા છે જે સ્‍કૂલ વાલીઓ અને મેનેજમેન્‍ટ માટે ગર્વની વાત છે.
આજના આ બે દિવસીય વાર્ષિક રમતોત્‍સવ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી. બારીયા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલા, સ્‍વામી હરિપ્રસાદ દાસજી, સ્‍વામી લક્ષ્મી નારાયણ દાસજી, દિનેશભાઈ સાકરીયા, બાબુભાઈ ગોગદાની, ટ્રસ્‍ટી કુશ સાકરીયા, ડો.તૃપ્તિબેન સાકરીયા, પ્રિન્‍સિપાલ અનુરાગ શર્મા, ડે બોર્ડીંગ સ્‍કૂલ પ્રિન્‍સિપલ દેવેન્‍દ્રભાઈ, શિક્ષકગણ, પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયા તથા ખુબ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રસંગે પધારી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

vartmanpravah

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

Leave a Comment