Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

દાનહમાં આ વખતે પાર્ટીએ ટાર્ગેટ કરતા બમણા સભ્‍યો બનાવવાના છે, આમાટે કોંગ્રેસના દરેક કાર્યકર્તાએ કમર કસવી પડશે : ડો. સાધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સેલવાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારે આયોજિત દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચ્‍યા કોંગ્રેસ પક્ષના ચૂંટણી નિરીક્ષક ડો.વિજયલક્ષ્મી સાધોએ જણાવ્‍યું હતું કે, દાનહમાં આ વખતે પાર્ટીએ ટાર્ગેટ કરતા બમણા સભ્‍યો બનાવવાના છે, આ માટે કોંગ્રેસના દરેક કાર્યકર્તાએ કમર કસી લેવી જોઈએ. આવનારી સરકાર આપણી છે. હવે જનતા ભાજપથી કંટાળી ગઈ છે, આ લોકોએ માત્ર લોભામણા વાયદાઓ કરીને જનતા પાસેથી સત્તા મેળવી છે પરંતુ હવે જનતા સમજી ગઈ છે તેથી અમારું પ્રથમ પગલું સભ્‍યપદ અભિયાનનું છે. દાનહના દરેક ખૂણામાં કોંગ્રેસના સભ્‍યો હોવા જોઈએ, તે દરેક કાર્યકરની જવાબદારી છે.
અત્રે જણાવી દઈએ કે, કોંગ્રેસ પક્ષના ચૂંટણી નિરીક્ષક ડૉ. સાધો અને પાર્ટીના સહ-નિરીક્ષક શ્રી પ્રતાપ પુનિયા રવિવારે દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચ્‍યા હતા. તેમની સાથે દમણના સુપરવાઈઝર શ્રી અશોક બસોયા પણ હાજર હતા.
ચૂંટણી નિરીક્ષક ડો.સાધોએ પાર્ટીના કાર્યકર્તાઓને જણાવ્‍યું હતું કે, આ વખતે કોંગ્રેસ પાંચ રાજ્‍યોમાં વિધાનસભાની ચૂંટણીજીતવા જઈ રહી છે. આ મહાત્‍મા ગાંધીની ભૂમિ છે, તેનો અમને ગર્વ છે. આગામી વખતે પણ દાનહમાં કોંગ્રેસ આવશે, તેથી પાર્ટીના દરેક કાર્યકર્તાએ સદસ્‍યતા અભિયાનમાં તન-મનથી સમર્પિત થવું જોઈએ. તેમણે સમાજના દરેક વર્ગની વચ્‍ચે જઈને કોંગ્રેસ પરિવારનો હિસ્‍સો બનાવવો પડશે. ડો. સાધાઓ વધુમાં દાનહ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્મા પ્રતિકૂળ સંજોગોમાં પણ અહીં કોંગ્રેસને નબળી પડવા દીધી નથી, જેના માટે તેઓ આભારને પાત્ર છે.
સહ-નિરીક્ષક શ્રી પ્રતાપ પુનિયાએ જણાવ્‍યું હતું કે, કાર્યકર્તા પાર્ટીની પ્રથમ કડી હોવાની સાથે સાચો સૈનિક છે. તેમની મહેનતના કારણે જ પાર્ટીને દરેક તબક્કે સફળતા મળે છે અને કોંગ્રેસ કાર્યકરોમાં આ ભાવના કોડથી ભરેલી છે.
આ અવસરે દાનહ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્માએ તમામ અતિથીઓનું સ્‍વાગત કરતા કાર્યક્રમમાં આવેલ પદાધિકારીઓ તેમજ તમામ કાર્યકાર્તાઓનો આભાર માન્‍યો હતો. તેમણે દાનહના કોંગ્રેસના કાર્યકરોનો ઉત્‍સાહ જોઈને ખાતરી આપી હતી કે આ વખતે દાનહમાં મોટી સંખ્‍યામાં લોકો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને જોડાશે.
કાર્યક્રમમાં દમણના સુપરવાઈઝર શ્રી અશોક બસોયાએ જણાવ્‍યું હતું કે, કાર્યકર્તાઓ પૂરા દિલથી સભ્‍યતા અભિયાનમાં જોડાયેલા છે અનેસંઘપ્રદેશ ટૂંક સમયમાં વધુ સારા પરિણામો મેળવશે. અગાઉ તમામ મહેમાનોનું સ્‍વાગત કરતાં દાનહ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્માએ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યક્રમમાં પધારેલ તમામ કાર્યકરોનો આભાર માન્‍યો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વખતે દાનહમાં સભ્‍યપદ અભિયાન અંગે દરેક કાર્યકર્તા જાગળત છે અને તેઓ ખૂબ જ ઉત્‍સાહ સાથે રાત-દિવસ કામે લાગેલા છે. હાઈકમાન્‍ડે આપેલી જવાબદારી તેઓ પૂરી તકેદારીથી નિભાવી રહ્યા છે અને ભવિષ્‍યમાં પણ તેઓ પક્ષ પ્રત્‍યે સમર્પણ સાથે કામ કરતા રહેશે.
શ્રી મહેશ શર્માએ જણાવ્‍યું હતું કે સમય સતત બદલાતો રહે છે. કેટલાક જાદુગરોના જાદુથી આપણને નુકસાન થયું છે, પરંતુ હાથની ચપળતા લાંબો સમય ટકતી નથી હવે કોંગ્રેસનો સમય છે.
આ અવસરે દાનહ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ પ્રમુખ શ્રી રાજેન્‍દ્ર પટેલ સહિત શ્રી મહેશ ધોડી, શ્રી રાજેશ પટેલ, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી અમોલ મેશ્રામ, શ્રી યાકુબભાઈ, શ્રી એસ.કે.સિંઘ, શ્રી રતનદીપ અને શ્રી યાદવ સહિત પક્ષના અનેક અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ

vartmanpravah

એક મહિના પહેલાં ઘર છોડી ચાલી ગયેલ સગીરાને 1000 કિ.મી. દૂરથી શોધી દમણ પોલીસે પોતાના માતા-પિતા સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

Leave a Comment