Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ઠંડીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ કિરણ રાવલ, દર્શિલ નાયક તેમજ મોહિત પ્રજાપતિ તેમજ ટ્રસ્‍ટ ગ્રુપના અન્‍ય સભ્‍યો છેલ્લા 19 દિવસથી રોજ રાત્રે 11 વાગ્‍યા પછી વાપી તેમજ આજુબાજુના વિસ્‍તાર જેવા કે વાપી રેલવેસ્‍ટેશન, બસ સ્‍ટેશન, હાઈવેની આજુબાજુ તેમજ હાઈવે ઓવરબ્રિજની નીચે પોતાના પરિવાર સાથે ઝૂંપડાઓ બાંધી પોતાના પરિવારો સાથે રહેતા જરૂરિયાતમંદો તેમજ વાપી હાઈવે, બગવાડા ટોલનાકા વિસ્‍તાર તેમજ ભીલાડ ચેકપોસ્‍ટ સુધીમાં કોઈ પણ ખુલ્લામાં સુઈ રહેલા વ્‍યક્‍તિઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા ગરમ ધાબડાઓ વિનામૂલ્‍યે જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આમ આ ટ્રસ્‍ટ ગ્રુપ તરફથી આ વર્ષે લગભગ 1600 જેટલા ગરમ ધાબડાનું વિતરમ કરવામાં આવી ચૂક્‍યું છે. આમ આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી વલસાડ જિલ્લામાં સમાજ સેવાના કાર્ય કરતું આવ્‍યું છે. આ વિતરણ કરેલા ગરમ ધાબડાનું વજન, લગભગ અંદાજિત 1 કિલ્લો ઉપરનું વજન ધરાવતા દરેક જરૂરિયાતમંદો પોતાના નાના બાળકો સાથે હાઈવે પર ઝુપડામાં રહેતા પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે. આમ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફથી આ ઠંડીને સામે રક્ષણ મેળવવા ગરમ ધાબડા જરૂરિયાતમંદોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. નિઃસ્‍વાર્થ ભાવે સમાજ સેવા કરનારો વલસાડ જિલ્લાનો સમાજ સેવક કિરણ રાવલ જેને જરૂરિયાતમંદ લોકો કલયુગ કા કર્ણ તરીકે ઓળખે છે.

Related posts

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

Leave a Comment