Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

પ્રિન્‍સિપલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી. ડીગ્રી મેળવી તે બદલ સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર હાઈસ્‍કૂલમાં શાનદાર વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓએ પ્રસ્‍તૂત કરેલ સાથે સાથે વાર્ષિક ઉત્‍સવમાં શાળાના તેજસ્‍વી તારલાઓનું મુખ્‍ય અતિથિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વાપી છરવાડામાં કાર્યરત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્‍કૂલમાં વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે જી.આઈ.ડી.સી. રિજનલ મેનેજર (પ્રોપર્ટી) કુલદિપસિંહ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ પરમાર, પ્રોપર્ટી લોયર, ડો.ધર્મેન્‍દ્રસિંહ પરમાર સર્જન હરીયા હોસ્‍પિટલ, સંગ્રામસિંહ રાણા પ્રેસિડેન્‍ટ ઓફ અર્પણ ફાઉન્‍ડેશન, દામજીભાઈ છેડા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળામાં રમત ગમત ક્ષેત્રે તેમજ અભ્‍યાસના તેજસ્‍વી તારલાઓનું મહેમાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શાળાના પ્રિન્‍સિપાલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી.ની પદવી મેળવી તે બદલ અતિથિ વિશેષએ સન્‍માન કર્યું હતું તેમજ શાળાના શિક્ષક પરિવારે શ્રીમતી ભારતીબા જાડેજા તથા ચેરમેન હિંમતસિંહ જાડેજાને મોમેન્‍ટો આપી સન્‍માન કર્યું હતું. વાર્ષિકઉત્‍સવમાં શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment