November 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ અને રણભૂમિ એકેડમી દ્વારા ન્‍યાયાધીશશ્રી બી.જે.પોપટના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી ઉમરગામની એમ.કે.મહેતા ઇંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં બાળકોના જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી તેમજ સ્‍વરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બાળકો સાથે થતાં દૂર વ્‍યવહાર, છેડતી તેમજ દુષ્‍કર્મ જેવા ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે પોકસો કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે જાણકારી રણભૂમિ એકેડમી પ્રમુખ તથા વલસાડના ધારાશાષાી શ્રીકેયુરભાઈ પટેલ,દુષ્‍યંતભાઈ, ધારાશાષાી એ.ડી.પટેલ અને અભિષેક માંગેલાએ આપી હતી આ સાથે બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ માતા પિતાએ બાળકો સાથેના વ્‍યવહાર બાબતે પણ વિસ્‍તૃત જાણકારી આપી હતી.
જ્‍યારે વિકટ પરિસ્‍થિતિમાં સ્‍વરક્ષણ કેવી રીતે કરી શકે તેની તાલીમ ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના વલસાડ જિલ્લાના પૂર્વ કો-ઓર્ડિનેટર સેન્‍સાઇ નિલેશ કોશિયા અને સેન્‍સાઈ જીતેન્‍દ્ર રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જેકબ જોન દ્વારા આભારવિધિ કરવામાં હતી. શિબિરનું સંચાલન શાળાના પી.ટી.શિક્ષક અજયભાઈ માછીએ કર્યું હતું.

Related posts

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment