October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

કન્‍ટેનર ચાલક સામે ધસી આવતા બસ ચાલકે બસને ડિવાઈડર ઉપર ચઢાવી કન્‍ટ્રોલ કરતા મોટી દુર્ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડ અબ્રામાથી આલોક કંપની વાપીના કર્મચારીઓ ભરેલી બસ આજે સોમવારે વાપી આવી રહી હતી ત્‍યારે પારનેરા પારડી ચન્‍દ્રમૌલેશ્વર મંદિર પાસે સામે ધસી આવેલ કન્‍ટેનર બસ સાથે ભટકાય તે પહેલા બસ ચાલકે બસને ડિવાીડર ચઢાવી કન્‍ટ્રોલ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.
અબ્રામાથી રાબેતા મુજબ આલોક કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓની બસ સવારે નિકળી હતી. હાઈવે પારનેરા પારડી સુગર બ્રિજ પાસે કર્મચારીઓની બસ નં.ડીડી 01 એન 9039 પસાર થતી હતી તે સમયે સામેથી પુરઝડપે આવી રહેલ કન્‍ટેનર નં.એનએલ 01 એએ 9526 સાથે ટક્કર વાગે તેવી સ્‍થિતિ નિર્માણ થઈ હતી. બસ ચાલકે સમય સુચકતા વાપરી બસને ડિવાઈડર ઉપર ચઢાવી દેતા તમામ કર્મચારીઓનો બચાવ થયો હતો. અકસ્‍માતમાં મોટી દુર્ઘટના ટળી હતી. જો કે મામલોથોડો ઉગ્ર બન્‍યો હતો. પરંતુ અંતે સમાધાન થતા પોલીસ ફરીયાદ ટાળવામાં આવી હતી.

Related posts

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment