October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: આગામી તા.14 જાન્‍યુઆરીના રોજ મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્‍યારે અત્‍યારથી જ પતંગ ચગાવવાની શરૂઆત બાળકો દ્વારા કરી દેવામાં આવી છે. ત્‍યારે પતંગની ઘાતક દોરીથી બચવા માટે વલસાડના સેવા મિત્ર મંડળ અને ગોકુળ ગૃપ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્‍થિતિમાં ચાર હજાર સેફટી ગાર્ડ વાહન ચાલકોને લગાવી આપવામાં આવ્‍યા હતા. જિલ્લા પોલીસ વડા વાઘેલાએ વાહનચાલકોને વાહન ઉપર સેફટી ગાર્ડ લગાવવા જાગૃત કર્યા હતા તેમજ ચાઈનીઝ દોરીનો વપરાશ નહીં કરવા માટે જણાવ્‍યું હતું. પતંગની દોરથી કોઈની અમુલ્‍ય જિંદગી ન કપાય તેવા આશય સાથે આ સરાહનીય પ્રયાસ કરાયો હતો. છેલ્લા 10 વર્ષથી સેવા મિત્ર મંડળ પક્ષી બચાવ અભિયાનની પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.

Related posts

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment