સિલવન દીદીની લારીના કર્તા-હર્તા પ્રદેશની મહિલા આદિવાસી અનિતાબેન કિશન હળપતિ સાથે પણ મહામહિમ રાષ્ટ્રપતિએ કરેલી વાતચીતઃ પ્રદેશમાં પ્રવાસીઓની અપાર વધેલી સંખ્યાથી ધંધા-રોજગારમાં પણ આવેલી બરકતની વાત સાંભળી મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ પ્રગટ કરેલી પ્રસન્નતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મોટી દમણના રામસેતૂ બીચ રોડ ઉપર સિલવન દીદીની લારી ઉપર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આગમન એક યાદગાર અનેઐતિહાસિક ક્ષણ બની હતી. સિલવન દીદીની લારી ચલાવી રહેલા સંઘપ્રદેશના આદિવાસી મહિલા શ્રીમતી અનિતાબેન કિશન હળપતિ સાથે મહામહિમ રાષ્ટ્રપતિએ વાતચીત કરી તેમના સંઘર્ષ અને સફળતાની વાત જાણી હતી. સંઘપ્રદેશમાં અપાર વધેલી પ્રવાસીઓની સંખ્યાથી તેમના રોજગાર-ધંધામાં આવેલી બરકત જાણી મહામહિમ રાષ્ટ્રપતિ ખુશ પણ થયા હતા.