Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ હોવાથી આવતીકાલે 29થી 5 ડિસેમ્‍બર સુધી ફાટક બંધ કરવામાં આવશે. જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે.
પશ્ચિમ રેલ્‍વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અનેક રેલ્‍વે સ્‍ટેશનો નજીક આવેલા રેલ્‍વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે, ત્‍યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ તારીખ 29-11-2021થી આગામી તારીખ 05-12-2021 સુધી 7.00 વાગ્‍યાથી રાત્રે 8.00 વાગ્‍યા સુધી રેલવે ફાટક બંધ રહેશે. તેથી કાંપરી રેલ્‍વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલીથી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે.
આમ કાંપરી રેલવે ફાટક 7 દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડઆવવાની ફરજ પડશે.

Related posts

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

Leave a Comment