January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી. આ ખાસ અવસરે શ્રીમાન ઈશ્વર પટેલ યુએસએ અને રંજન પટેલ યુએસએ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથે સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ, ચૅરપર્સન હીના પટેલ, આચાર્યા, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્‍થિત રહ્યા હતા. સૌ પ્રથમ પધારેલ મહેમાન શ્રીમાન ઈશ્વર પટેલ- યુએસએના હસ્‍તે ધ્‍વજ ફરકાવી ધ્‍વજવંદન કરાયું હતું. ત્‍યારબાદ રાષ્‍ટ્રગાન ગાઈ બાળકો દ્વારા રાષ્‍ટ્રભક્‍તિ દર્શાવતી કળતિઓ રજૂ કરાઈ હતી. જેમાં દેશભક્‍તિ ગીત ગાયન, નૃત્‍ય, નાટક અને વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યા. આ સાથે દેશની સુરક્ષા માટે ખડેપગે ઉભા સૈનિકના કઠિન અને કરુણ જીવનનું પ્રદર્શન, યોગાસનો, કરાટેના કરતવ, પિરામિડ અને રામ મંદિરના નિર્માણ તથા ભગવાન રામની લીલા દર્શાવતું નૃત્‍યની સુંદર ઝલક બતાડવામાં આવી. આ સાથે ખેલ મહાકુંભમાં ભાગ લઇ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ભેટ અને પ્રમાણપત્ર વડે સન્‍માન કરી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા. બાળકોને ગણતંત્ર દિવસની ઉજવણી પાછળના તથ્‍યો કહેવામાં આવ્‍યા હતા. શાળા પરિસરમાં અનેરું વાતાવરણ જણાઈ રહ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશીની લહેર જણાઈ રહીહતી.

Related posts

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment