સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ એ આપણો પ્રાચીન વારસો છે : કપિલ સ્વામીજી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા દ્વારા ગત 30 અને 31 ઓગષ્ટ 2024 બે દિવસીય ભારતીય વૈવિધ્યસભર સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીના માર્ગદર્શન અંતર્ગત આચાર્યા નીતુ સીંગનાં અધ્યક્ષપણા હેઠળ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સંસ્થાનાં સંતો અને ટ્રસ્ટીગણ તથા આચાર્યગણ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટયથી કરવામાં આવી હતી.
ત્યારબાદ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂરાણી સ્વામી કપીલજીવન દાસજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘સંસ્કૃતિ હમારી ધરોહર હૈ’ અંતર્ગત યોજાઈ રહેલા આ બે દિવસીય સાંસ્કૃતિ કાર્યક્રમનો હેતુ એ આપણા દેશની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કળતિનો ઉત્સવ છે. આ ‘‘સંસ્કૃતિ એ જ આપણને સંસ્કારી બનાવે છે. અને સંસ્કળતિ આપણા મન અને આત્માને વિસ્તૃત કરે છે.” આપણી સંસ્કૃતિ જ આપણને એક ઓળખ આપે છે અને આપણી છાતી ગર્વથી ફુલાવી દે છે. વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ એ આપણો પ્રાચીન વારસો છે.
‘સંસ્કૃતિ હમારી ધરોહર હૈ’ના પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ, પ્રિ-સ્કૂલ નર્સરી થી લઈ સિની કે.જી.નાં બાળકોએ ભારત દેશનાં વિવિધ રાજ્યના લોકગીત, ત્યાંની સંસ્કળતિને વિવિધ રાજ્યની ભાષા અને એમનીવેશભૂષા પરિધાન કરીને દુર્ગા પૂજા, પહાડી નૃત્ય, પંજાબી નૃત્ય, ગુજરાતી નૃત્ય, કચ્છી નૃત્ય, તિરુપતિ દર્શન તેમજ વિવિધ સાંસ્કૃતિ કળતિઓની રજૂઆત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
જ્યારે બીજા દિવસે ચણોદ શાખા, ઉદવાડા શાખા, અને પરિયા શાખાના બાળકોએ ગણેશ વંદના, શંકર ભગવાન, રાજસ્થાની કટપુતલી નૃત્ય, ગુજરાતના ગરબા, મહારાષ્ટ્રના કોળી નૃત્ય અને મરાઠા વીર શિવાજી નૃત્ય પ્રસ્તુત કરી મહાનુભાવો અને વાલીઓને પ્રભાવિત કર્યા હતાં.
‘સંસ્કૃતિ હમારી ધરોહર હૈ’ના ભવ્ય કાર્યક્રમનાં આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, દાદા સ્વામીજી, રામ સ્વામીજી, ટ્રસ્ટી મંડળ, કેમ્પસ એકેડમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, એડમિન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય શ્રીમતી નીતુ સિંગ સહિત મીનલ દેસાઈ, રીના દેસાઈ, ચંદ્રવદન પટેલ, દક્ષાબેન પટેલ, સચિન નારખેડે ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળી કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યા અને પ્રિ-સ્કૂલનાં શિક્ષકોની કામગીરીની સરાહના કરી હતી.