પાટોત્સવમાં નવસારીની સંસ્થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્થાનિક ભક્તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ દરમ્યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

