September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: બનાવની પોલીસ મથેકથી -ાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના પીઆઇ-કે.એચ.ચૌધરી,પીએસઆઇ-સમીર કડીવાલા,હે.કો-અલ્‍પેશભાઇ નવનીતભાઇ,વિજયભાઇ દેવાયતભાઇ સહિતનો સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ને.હા.નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર મજીગામ ડીલાઈટ હોટલ પાસે વોચ ગોઠવી હતી.દરમ્‍યાન બાતમી મુજબનો આઇસર ટેમ્‍પો નં-એમએચ-46-એઆર-4323 આવતા જેને રોકી તલાસી લેતા પુઠાના રોલની પાછળ 123 બોક્ષમાં વિદેશી દારૂ તથા ટીન-બિયરની નાની-મોટી બોટલ નંગ-4524 કિ.રૂ.5,89,200/-,ટેમ્‍પાની કિ.રૂ.8 લાખ,બે મોબાઈલ મળી કુલ્લે રૂ.13,92,700/- મુદ્દામાલ કબ્‍જે કરી આઇસર ટેમ્‍પો ચાલક કળણાલ જયવંતભાઇ દુબળા (ઉ.વ-29) (રહે.ઉમરગામ ટાઉન સ્‍ટેટ બેંકની પાછળ જુના પેટ્રોલપંપ પાસે તા.ઉમરગામ જી.વલસાડ) નીધરપકડ કરી હતી.જ્‍યારે દારૂ ભરેલ ટેમ્‍પો આપી જનાર રાકેશ (રહે.મોહનગામ ચેક પોસ્‍ટ પાસે તા.ઉમરગામ જી.વલસાડ) તથા દારૂનો જથ્‍થો મંગાવનાર એક અજાણ્‍યો ઈસમ એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ-સમીર કડીવાલા કરી રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

દમણ જિલ્લા આંતરશાળા ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ શાળા વિજેતા બની

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment