June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

છેલ્લા કેટલાક દિવસથી ગામમાં દિપડો દેખાતો હતો : મરઘા, શ્વાનનું મારણ કરતો હોવાથી ગામમાં ભયનો હતો માહોલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના અનેક વન્‍ય પ્રાણીઓ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘૂસી દેખા દેતા હોય છે. તેવી જ ઘટના વાપી પાસેના ટુકવાડા ગામે ઘટી હતી. છેલ્લા કેટલાક દિવસથી ગામમાં વન્‍ય પ્રાણી દિપડો જોવા મળતો હતો તેમજ મરઘા, શ્વાન વગેરેનું મારણ કરતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાયેલો રહેતો હતો. અંતે વનવિભાગના સહયોગ થકી પાંજરામાંદિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
વાપી પાસે આવેલ ટુકવાડા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગામમાં દિપડો દેખાતો હતો. મરઘા, શ્વાન વગેરેનું મારણ કરતો હતો તેથી ગ્રામજનો ભયભીત રહેતા હતા. પંચાયત સરપંચ દિવ્‍યેશ પટેલએ પારડી વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે ખેડૂત દિનેશભાઈ પટેલના ખતર-વાડા પાસે પાંજરુ તેમજ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી દીધા હતા. શનિવારે રાત્રે ગોઠવાયેલા પાંજરામાં મારણ કરવા માટે દિપડો પાંજરામાં પ્રવેશતા પાંજરુ બંધ થઈ જતા પાંજરામાં પુરાઈ ગયો હતો. જેની જાણ વન વિભાગ પારડીને કરવામાં આવતા દિનેશભાઈ ટાંક અને સ્‍ટાફએ પાંજરાનો કબજો લઈ દિપડાને સલામત રીતે જંગલમાં મુક્‍ત કરાયો હતો. ગામના જીતુભાઈ, કૌલાસભાઈ, શીતલભાઈએ દિપડો પકડવા સારી એવી જહેમત ઉઠાવી હતી.

Related posts

ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્‍ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ

vartmanpravah

‘સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા આયોજન કરાયેલા વિવિધ કાર્યક્રમો

vartmanpravah

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

Leave a Comment