June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

નવી કારોબારી સમિતિના સભ્‍યો અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટના વિજેતાઓનો કરાયેલો સત્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી,તા.01: વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભા રવિવારે શ્રી રંગ દૈવજ્ઞ ભવન વાપી ખાતે મળી હતી, જેમાં આગામી દિવસોમાં સમાજના દરેક સભ્‍ય સભ્‍ય ફી સાથે ફરજિયાત નોંધણી ઝુંબેશ શરૂ કરવાનુ સર્વાનુમતે ઠરાવવામાં આવ્‍યું હતું.
દૈવજ્ઞભવન વાપી ખાતે સાંજે સત્‍યનારાયણ ભગવાનની કથા બાદ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશ પી. ગજરેના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં ટ્રસ્‍ટ મંડળના સભ્‍ય શ્રી અશોક હટકરે વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો. સાથે પાછલા વર્ષમાં થયેલા કામો અને આગામી વર્ષમાં કરવામાં આવનાર કામોની રૂપરેખા વર્ણવી હતી. આ સાથે તેમણે દરેક સભ્‍યોની સભ્‍ય ફી લઈ ફરજિયાત નોંધણી ઝુંબેશ શરૂ કરવા કરેલ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્‍યાર બાદ નવનિયુક્‍ત સમાજની કારોબારી સમિતિના દરેક સભ્‍યો, ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન અને રનર્સ અપ બનેલી ‘વાપી-એ’ અને ‘બી’ ટીમના ખેલાડીઓ ઉપરાંત આયોજનને સફળતાથી પાર પાડવામાં સિંહફાળો આપનારા સભ્‍યો અને સમાજના વિવિધહોદ્દા ઉપર રહી ચુકેલા વડીલોના આદર-સત્‍કાર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વાપી દૈવજ્ઞ સમાજના ભગીની-બંધુઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા દેવકા ઈકોપાર્ક ખાતે 69મા ‘વન્‍યજીવ સપ્તાહ-2023’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

Leave a Comment