Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

કામગીરીને લઈ દુર અને નજીકના અંતરની 11 વધુ ટ્રેન વહેવાર પ્રભાવિત થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી જુના રેલવે ફાટક ઉપર રેલવે અંડરપાસ બનાવવાની કામગીરી પુરઝડપમાં ચાલી રહી છે. આ કામગીરીમાં રેલવેના હિસ્‍સાની કામગીરી મંગળવારે હાથ ધરાઈ હતી. મોટા મોટા મશીન દ્વારા રેલવે અંડરપાસ માટેની તોતિંગ ગડરો બેસાડવાની કામગીરી પુર્ણ કરીદેવાઈ હતી.
વાપી ટાઉનમાં અવર જવર માટે મહત્ત્વાકાંક્ષી એવો પ્રોજેક્‍ટ નગરપાલિકા દ્વારા જુના રેલવે ફાટકથી અંડરપાસની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. આ કામગીરીમાં રેલવે અંડરમાં આવતા અંડરપાસ માટે મંગળવારે તોતિંગ બ્‍લોક અને ગડરો નાખવાનું મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી માટે રેલવેએ મેગા બ્‍લોક ડીક્‍લેર કરીને આ કામગીરી હાથ ધરાઈ હતી. મોટા મોટા મશીનોનો ઉપયોગ કરીને રેલવેએ તોતિંગ ગડરો અને બ્‍લોક ફીટ કર્યા હતા. આ કામગીરી માટે જાહેર કરાયેલ મેગા બ્‍લોકને લઈને અગિયાર જેટલી ટ્રેનો દુર અને નજીકના અંતરની પ્રભાવિત થઈ હતી. મુસાફરો પણ અટવાયા હતા. અલબત્ત વાપી જુના ફાટકની કામગીરી નજીકના સમયમાં પુરી થઈ જશે તેથી ગુંજન, સેલવાસ રોડ, કોપરલી, છીરીના લોકોને વાપી ટાઉનમાં અવર જવર અતિ સુલભ થઈ જશે. બીજી તરફ નવિન બનનાર રેલવે ફલાય ઓવર ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઓછું રહેશે.

Related posts

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

vartmanpravah

Leave a Comment