યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું
નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડના છીપવાડ ખાતે સ્થિત શ્રી જગન્નાથ ભગવાનની 29મી રથયાત્રામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન થયુંહતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી વેદીના માર્ગદર્શન હેઠળ વલસાડમાં યોગમય રથયાત્રાનું આયોજન ડિસ્ટ્રીક કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા કરવામાં આવ્યું હતું. યોગમય રથયાત્રામાં જિલ્લાના યોગ ટ્રેનર, યોગાસનના ખેલાડી અને યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન યોગના આસનનું નિદર્શન કર્યું હતું. ગુજરાતમાં દરેક રથયાત્રામાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં પ્રથમ વખત શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રામાં સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની ઉપસ્થિતિમાં યોગ નિર્દેશન અને યોગની ઝાંખી બતાવવામાં આવી હતી. યોગાસન રમતવીર નિશિત કોસીયા, કાજલ ગુપ્તા, સેજલ ગુપ્તા, સુહાની નાયકા, યોગ ટ્રેનર કાંતિભાઈ ઠાકોર, હેમાક્ષીબેન બાગુલકર, હંસાબેન સોલંકી, જ્યોત્સનાબેન ઝાલા, જિમ્મીબેન ટંડેલ, પ્રિયંકાબેન શોભા, અનસૂયા પટેલ, શીતલબેન ભાનુશાલી, ધારાબેન શોભા, શાંતાદાસ, મીનાબેન તોલાણી તથા યોગ સાધકોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે યોગ નિદર્શન કર્યું હતું, જેને નિહાળીને વલસાડની જનતાએ યોગમય રથયાત્રાને વધાવી સિગ્નેચર કરી શુભેચ્છા સાથે અભિનંદન આપ્યાહતા.