October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

 કાંઠા વિસ્‍તારના ગામોમાં ગેરકાયદે રેતી ખનનથી દરિયાના પાણી ગામોમાં ઘૂસી રહ્યા હોવાથી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વલસાડ દરિયા કિનારે આવેલ બાર જેટલા ગામોમાં ગેરકાયદે રેતી ખનન કામગીરી બેરોકટોક ધમધમી રહી છે. જેથી દાંડી સહિત 12 જેટલા ગામોમાં દરિયાના પાણી વરસોથી ઘૂસી રહ્યા છે. તેની લડત લાંબા સમયથી ચલાવી રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પ્રોટેકશન વોલ અને ખનન અટકાવવાના કોઈ પગલાં નહી ભરાતા આજે દાંડી સહિતના 12 જેટલા ગામોના રહીશો મેદાને પડયા હતા. વલસાડ કલેક્‍ટરને સુત્રોચ્‍ચાર બેનરો સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ દરિયા કિનારે નાના-મોટા 12 જેટલા ગામો ચોમાસામાં અને ભરતી સમયે ખાસ કરીને મોટા પ્રમાણમાં ચાલી રહેલ રેતી ખનનના કારણે ભયભીત હાલતમાં જીંદગી વિતાવી રહ્યા છે. લાંબા સમયથી રેતી ખનન બંધ કરાવા અનેજરૂરી પ્રોટેકશન વોલ માટેની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. વારંવાર આવેદનપત્ર પાઠવી કલેક્‍ટર સામે પસ્‍તાળ પણ પાડી છે. છતાં કોઈપણ પગલાં ભરાતા નહીં હોવાથી પોતાના ગામોનું અસ્‍તિત્‍વ ટકાવવા આજે મંગળવારે વિશાળ સંખ્‍યામાં દાંતી સહિતના 12 ગામોના લોકો સુત્રોચ્‍ચાર-બેનરો સાથે મેદાને ઉતર્યા હતા. અગાઉ પણ તા.16-6-22 ના રોજ રેલી દ્વારા રજૂઆત-આવેદનપત્ર પાઠવેલ પરંતુ કલેક્‍ટર હાથ ઊંચા કરી જણાવી રહ્યા છે કે આ મામલો રાજ્‍ય સરકારનો છે. તેથી લોકોમાં વ્‍યાપક રોષ જોવા મળી રહ્યો છે. 12 ગામોની આ સમસ્‍યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્‍કારની પણ ચીમકી આગેવાનોએ ઉચ્‍ચારી હતી.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

Leave a Comment