April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

લઘુરુદ્ર યજ્ઞ દ્વારા પારડી સહિત વિશ્વ કલ્‍યાણની કામના કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: જેના નામ અને હયાતીથી પારડી કિલ્લા પારડી તરીકે ઓળખાય છે એવા શિવાજી મહારાજના કિલ્લા તરીકે ઓળખાતા કિલ્લાની તળેટીમાં અને 99 એકરના ઐતિહાસિક તળાવના કિનારે આવેલ અતિ પ્રાચીન પેશ્વાઈ સમયના અને શિવાજીએ પણ જેમની પૂજા કરી હોય એવા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર 1998 માં કરવામાં આવ્‍યો હતો.
પારડી મહાજન ટ્રસ્‍ટ સંચાલિત આ વૈજનાંથ મહાદેવ મંદિર જીણોધ્‍ધાર બાદ 25 વર્ષ પૂર્ણ કરી 26 માં વર્ષ પ્રવેશ કરી રહ્યો હોય આ મંદિરનો 26મો પાટોત્‍સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો.
આજરોજ સવારથી જ શરૂ થયેલ પૂજા અર્ચનામાં ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો. આચાર્ય પરેશભાઈ જવાની દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ અહીં કરવામાં આવ્‍યો હતો. જેને લઈ પારડી સહિત સમગ્ર વિશ્વનું કલ્‍યાણ થાય એવી મંગલકામના કરવામાં આવી હતી. પાંચ જેટલા જોડાઓએ અહીં ચાલી રહેલ પૂજામાં ભાગ લઈ મહાદેવના આશીર્વાદ મેળવ્‍યા હતા અને બપોરે રાખવામાં આવેલમહાપ્રસાદમાં પણ ખૂબ મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment