Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક વ્‍યવસ્‍થા, પાર્કિંગ અને ટ્રાન્‍સપોર્ટેશન સહિતની વિસ્‍તૃત માહિતી પુરી પાડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે તા.22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારીના સાંસદ અને પ્રદેશ સંગઠનના પ્રમુખ સી.આર.પાટીલે શુક્રવારે સભા સ્‍થળની મુલાકાત લીધી હતી.
ટેક્‍સટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્‍વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સાંસદશ્રી સી.આર.પાટીલને સભા સ્‍થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્‍તૃત માહિતી પૂરી પાડી હતી.જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્‍યવસ્‍થા, પાર્કિંગ તેમજ ટ્રાન્‍સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્‍પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહીવટદાર આનન્‍દુ સુરેશ, અધિક કલેકટર કેતન જોશી અને જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

Leave a Comment