Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.23: ચીખલીમાં ભંગારીયાઓ દ્વારા આરટીઓ દ્વારા નોંધણી રદ કરાયેલા એકાદ બે વાહનોની આડમાં બીજા વાહનોને પણ ગેરકાયદેસર રીતે તોડી નાંખી સ્‍પેર સ્‍પાર્ટ્‍સ વેચવાનો ધંધો કરવામાં આવી રહ્યો હોવાના અખબારી અહેવાલ વચ્‍ચે ગુરુવારના રોજ બાતમીના આધારે એસઓજી પોલીસે થાલામાં સેન્‍ટ્રલ બેંકની બાજુમાં આવેલ યુપી ઓટો મોબાઇલ્‍સનામની ભંગારની દુકાનમાં છાપો મારી તપાસ હાથ ધરતા એક કાળા રંગની હીરો હોન્‍ડા સીબી ઝેડ જેની નંબર પ્‍લેટ ઉપર જીજે21બી9302 નંબર હતો.અને બીજી એક હીરો હોન્‍ડા સ્‍ટ્રીટ લાલ રંગની મોપેડ જેની નંબર પ્‍લેટ ઉપર જીજે15એન7730 નંબર હતો તે બન્નેના આધાર પુરાવા બિલ માંગતા ન હોવાનું દુકાનમાં હાજર ઇમરાન બૈતુલા શેખ (રહે.સેન્‍ટ્રલ બેંકની બાજુમાં યુપી ઓટો મોબાઇલ્‍સ થાલા તા.ચીખલી) એજણાવતા અને મલિક અંગે પણ સંતોષકારક જવાબ ન આપતા પોલીસને આ વાહનો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવતા રૂ.15,000/ ની કિંમતના બંને વાહનો કબ્‍જે કરી ઉપરોક્‍ત શખ્‍સની 41 (1) (ડી) મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ચીખલી તાલુકામાં ભંગારીયાઓ પાસે જે વાહનનો સ્‍પેર સ્‍પાર્ટ માંગો તે ઉપલબ્‍ધ હોય છે.અને કેટલાક બજારમાં નવા નક્કર આવેલ વાહનોના મોડેલ કે જેને કોઈ ભંગારમાં આપતું જ ન હોય તેવા વાહનોના સ્‍પેર સ્‍પાર્ટ પણ ઉપલબ્‍ધ હોવાનું કહેવાય છે.ત્‍યારે આવા વાહનોના સ્‍પેર સ્‍પાર્ટસ ભંગારીયાઓ પાસે આવે ક્‍યાંથી તેવા અનેક સવાલો વચ્‍ચે આજે એસઓજીની કાર્યવાહીથી તાલુકામાં ભંગારીયાઓ દ્વારા ખાસ કરીને ચોરીના વાહનોને તોડી સગેવગે કરી મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વાતને સમર્થન મળવાપામ્‍યું છે. ત્‍યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા ચીખલી પોલીસ જાગશે ખરી કે કેમ તે જોવું રહ્યું.

Related posts

સેલવાસની યુવતીએ ગીત પ્રોડયુસર બનવા સાથે સૌપ્રથમ ‘આબાદ’ ગીત લોન્‍ચ કર્યું

vartmanpravah

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

Leave a Comment