Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

જીપીએસ ડ્રોનની મદદથી કરવામાં આવનારો એરીયા સર્વે : સર્વેના માધ્‍યમથી ગામમાં બનેલ દરેક ઘરની કરવામાં આવનારી જીયો ટ્રેકિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલયની સ્‍વામિત્‍વ યોજનાનો અમલ દાદરા નગર હવેલી ખાતે પણ થઈ રહ્યો છે. જે અંતર્ગત ગામતળ વિસ્‍તારના દરેક ગામમાં પ્રત્‍યેક ઘરના સર્વેક્ષણ માટે સ્‍થળ માર્કિંગ કરવામાં આવશે અને ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે અને દરેક ઘર માલિકને પોતાના ઘરના નક્‍શાની સાથે અલગ સંપત્તિ કાર્ડ બનાવવામાં આવશે. અત્‍યાર સુધીમાં ઘર માલિક પાસે ઘરનો કોઈ રેકોર્ડ કે પુરાવો નહી હશે તેવો સંપત્તિ કાર્ડથી સરકારી રેકોર્ડ બનશે. આ સંપત્તિ કાર્ડ દરેક ઘર માલિકનો પુરાવો બનવાથી એના પર લોન પણ લઈ શકશે.
સંઘપ્રદેશ પ્રશાસનના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસનાપ્રયાસથી દાદરા નગર હવેલી ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલની પહેલ થઈ રહી છે. ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય અંતર્ગત લાગુ કરવામાં આવેલ સ્‍વામિત્‍વ યોજના અંતર્ગત સંબંધિત સંપત્તિના નામાંકનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, આ યોજના અંતર્ગત ડ્રોન દ્વારા ગામ, ખેતીની જમીનનું મેપીંગ કરવામાં આવશે. જમીનની સત્‍યાપન પ્રક્રિયામાં તેજી અને જમીનના ભ્રષ્‍ટાચારને રોકવામાં સહાયતા મળશે. ગ્રામ પંચાયતના અંતર્ગત આવતા ખેડૂતોને લોન લેવાની સુવિધાનું પણ પ્રાવધાન રાખવામાં આવ્‍યું છે.
સ્‍વામિત્‍વ યોજનાના અંતર્ગત ડ્રોનના માધ્‍યમથી સર્વે કરવામાં આવે છે, સર્વે કરવા માટે ઘણા તબક્કા છે. જીપીએસ ડ્રોનની મદદથી એરીયા સર્વે કરવામાં આવે છે આ સર્વેના માધ્‍યમથી ગામમાં બનેલ દરેક ઘરની જીયો ટ્રેકિંગ કરવામાં આવે છે અને પ્રત્‍યેક ઘરનું ક્ષેત્રફળ નોંધવામાં આવે છે. આ ક્ષેત્રફળની નોંધણી કરાયા બાદ પ્રત્‍યેક ઘરને એક યુનિક આઈડી પ્રદાન કરવામાં આવે છે જે તે ઘરનું સરનામું પણ હોય છે. આ પ્રક્રિયાના માધ્‍યમથી લાભાર્થીનું પુરુ સરનામું ડિજીટલ પણ થઈ જાય છે. હવે આ યોજનાના માધ્‍યમથી જમીન સંપત્તિના ઝઘડામાં પણ કમી આવશે. પહેલા ગામના નાગરિકો પાસે લેખિત દસ્‍તાવેજ નહી રહેતા હતા. પરંતુ હવે સરકાર દ્વારા ગામના નાગરિકોને લેખિતદસ્‍તાવેજ આપવામાં આવશે.
દાદરા નગર હવેલી ખાતે સ્‍વામિત્‍વ યોજના માટે સાપ્તાહિક કાર્યક્રમ બનાવવામાં આવ્‍યો છે જેમાં રાંધા પટેલાદ ખાતે 23 અને 24મી નવેમ્‍બરના રોજ ચૂના માર્કિંગ અને 25મી નવેમ્‍બરે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે. કિલવણી પટેલાદમાં 24 અને રપમી નવેમ્‍બર ચૂના માર્કિંગ અને 26મી નવેમ્‍બરના રોજ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે.

Related posts

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment