December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના નરોલી ગામની કંપનીમાં કામ કરતા કર્મચારી ચાલતા ચાલતા કનાડી ફાટક નજીક ગટરમાં પડી જતા ગંભીર ઇજા થતાં સારવાર દરમ્‍યાન મોત થયું છે.
પ્રાપ્ત માહિતીપ્રમાણે અભયરામ યાદવ (ઉ.વ.46) રહેવાસી કનાડી ફાટક, નરોલી. મૂળ રહેવાસી-દેવરિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ. જેઓ શ્રી સાંઈ એન્‍ટરપ્રાઇઝ એજન્‍સી મારફત ભીલોસા કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી કામદાર તરીકે નોકરી કરતા હતા. જેઓ ગત 09 ફેબ્રુઆરીના રોજ એમના પરિવારને પૈસા મોકલાવવા માટે કનાડી ફાટક પાસે એક દુકાન પર ગયા હતા. ત્‍યારબાદ એના પરિવાર સાથે ફોન પર વાતો પણ કરી હતી અને તેઓ રૂમ તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક ગટરમાં પડી જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. અભયરામને પડેલા જોઈ આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં ગંભીર ઇજા હોવાને કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. પરંતુ સારવાર દરમ્‍યાન અભયરામ યાદવનું મોત થયું હતું. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

Leave a Comment