April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ માહલાની અધ્‍યક્ષતામાં યોજાયેલ સામાન્‍ય સભામાં અનેક સમસ્‍યાના મુદ્દાઓ ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21 : અધ્‍યક્ષ શ્રી પિયુષભાઈ માહલાની અધ્‍યક્ષતામાં આજે ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં વિકાસના અધુરા કામો સહિત વિવિધ સમસ્‍યાઓ અંગે રજૂઆત અને ચર્ચા થઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્‍ય સભા યોજાઈ હતી, જેમાં અપક્ષ સભ્‍ય શ્રી કલ્‍પેશભાઈ પટેલ અને સભ્‍યોએ વિવિધ સમસ્‍યાઓ તથા વિકાસકામોમાં રહી ગયેલી ક્ષતિઓ બાબતે રજૂઆતો કરી હતી. રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્‍યત્‍વે આદિમજુથના લોકો માટે મંજુર થયેલા આવાસોના બાકી રહેલ લોકોને વહેલી તકે પ્રથમ હપ્તો જમા કરવો, તદઉપરાંત ધરમપુર તાલુકા સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંક ચાલુ કરવા સાથે મહેકમની મંજુરી તથા બ્‍લડ ચકાસણી પ્રમાણપત્ર સહિત આઈ.સી.યુ. અને ફિઝીશીયન તબીબની સુવિધાનો મુદ્દો પણ ગાજ્‍યોહતો. આ ઉપરાંત મૃગમાળ ગામે સસ્‍તા અનાજની દુકાન જે વિરવલમાં છે તેને અલગ કરવી, શાળાઓમાં જાતિનો દાખલો માંગવામાં આવે છે તેથી દાખલા માટે રજા પાડવી પડે છે તે અંગે વૈકલ્‍પિક સુવિધા બાબતે તા.પં.ની સામાન્‍ય સભામાં રજૂઆત થઈ હતી. એજન્‍ડા ઉપરના અન્‍ય કામોની પણ સભામાં ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment