January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

સલવાવ ગુરુકુળમાં 77 માં સ્‍વતંત્ર પર્વની શાનદાર ઉજવણી :
આચાર્ય મિનલ દેસાઈના હસ્‍તે ધ્‍વજવંદન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં 77માં સ્‍વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજીના પ્રમુખપદે આયોજિત આ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીમાં આન બાન શાન તિરંગો સીબીએસસી સ્‍કૂલના આચાર્ય શ્રીમતી મિનલ દેસાઈના હસ્‍તે લહેરાવ્‍યો હતો. વિદ્યાર્થીની બહેનો દ્વારા રાષ્‍ટ્રગાન અને રાષ્‍ટ્રગીત સાથે તિરંગાને સલામી આપવમાં આવી હતી. ધ્‍વજ વન્‍દકશ્રીએ પોતાના વક્‍તવ્‍યમાં દેશે 76 વર્ષમાં કરેલા વિકાસની ઝાંખી કરાવી હતી. કાર્યક્રમના પ્રમુખ પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્‍વ સમજાવી અને દેશના સારા નાગરિકો બની દેશની સેવામાં જોડાવા હાંકલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે ત્‍યારે સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવીશકાય.
આ પ્રસંગે ગુરુકુળના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્‍ટ, ભારતના નવા પ્રકલ્‍પોની ઝાંખી, ઉપરાંત રાષ્‍ટ્ર ધ્‍વજ અને સદન ધ્‍વજ ઝાંખી રજૂ કરી તેનું મહત્‍વ સમજાવ્‍યું હતું. દેશભક્‍તિની પ્રાર્થના, દેશભક્‍તિ ગીતો, નૃત્‍ય નાટિકા સહીત રંગારંગ કાર્યક્રમોની રજૂઆતે દર્શકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પૂજ્‍ય હરી સ્‍વામી, ટ્રસ્‍ટી મંડળના હરેશભાઈ બોઘાણી, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, ડાયરેકટર (એકેડમિક) ડો. શૈલેશ લુહાર, ડાયરેકટર (એડમીન), હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય ડો. સચિન નારખેડે, આચાર્ય રીનાબેન દેસાઈ, આચાર્ય દક્ષાબેન પટેલ, આચાર્ય નીતુ સિંગ તમામ શિક્ષક ગણ તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment