November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: વલસાડ સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજના નેજા હેઠળ યુવા પાંખ દ્વારા પ્રથમવાર વલસાડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રવિવારે યોજાઈ હતી. સમાજના યુવાનોમાં પરસ્‍પર પ્રેમ ભાવના, સહકારની સાથે એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી યુનિટી કપ-2024નું આયોજન અબ્રામા ખાતે મારૂતિ વિદ્યાપીઠ નજીક ખૂલ્લા વિશાળ પ્‍લોટમાં કરાયું હતું.
બ્રહ્મ સમાજની 4 ટીમ મહાદેવ ઈલેવન, શ્રીરામ ઈલેવન, કેદાર ઈલેવન અને રૂદ્ર ઈલેવને ભાગ લીધો હતો. 7-7 ઓવરની આ ટૂર્નામેન્‍ટમાં ફાઈનલ જંગ કેદાર અને રૂદ્ર ઈલેવન વચ્‍ચે રમાયોહતો. જેમાં કેદાર ઈલેવન રૂદ્ર ઈલેવનને હરાવી ચેમ્‍પિયન બની હતી. મેચની પૂર્ણાહુતિ બાદ ટૂર્નામેન્‍ટની વિજેતા ટીમ કેદાર ઈલેવન અને રનર્સ અપ ટીમ રૂદ્ર ઈલવેનને ઉપપ્રમુખ હિતેષ મહેતા તેમજ ઉપસ્‍થિત સમાજના મહાનુભાવોના હસ્‍તે ટ્રોફી આપી સન્‍માનિત કરાઈ હતી. ઉપરાંત મેચમાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી આપી સન્‍માન કરાયું હતું. પ્રથમવાર યોજાયેલી આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં બ્રહ્મ સમાજના યુવાનોએ ઉત્‍સાહભેર ભાગ લઈ ટૂર્નામેન્‍ટને સફળ બનાવતા તેમજ ઉત્‍સાહી દાતાઓનો સાથ સહકાર મળતા સંસ્‍થાના હોદ્દેદારોએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરી આગામી કાર્યક્રમોમાં પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા ગુજરાતી બ્રહ્મ સમાજના પરિજનોને જણાવ્‍યું હતું.

Related posts

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

Leave a Comment