October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના માધ્‍યમથી કપિલસ્‍વામીજી એક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારની મદદે પહોંચી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા તાલુકાના સુખાલા ગામે એક મા અને દીકરી રહે છે. ઘરમાં બે બહેનો સિવાય પરિવારની અંદર કોઈ નથી. સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએ પ્રમુખ કપિલસ્‍વામીજીને મેસેજ મળતા ઘરે જઈને તપાસ કરતા એમનું ઝુંપડા જેવું ઘર છે. ખાલી ઉપર પ્‍લાસ્‍ટિકો નાખેલા છે. ઘરે જઈ અને ચેક કર્યું તો કોઈપણ પ્રકારના વાસણ ઘરવખરી કે અનાજ નથી. ઘરની મુલાકાત લીધી ત્‍યારે કાંઈ પણ ન હતું. બેનને પૂછયું કે બેન જમવાનું શું કરો છો. એના જવાબમાં ત્‍યારે ખરેખર હૃદયમાં દયા આવે ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે હે પ્રભુ આવી ગરીબી તું કોઈને પણ ના આપે અને અમીરો માંટે જે પ્રાર્થના કરવાનું મન થાય કે જેમને પણ ભગવાને ખૂબ ધન આપ્‍યું છે એમણે આવા પરિવારો માટે કંઈક આપવું જોઈએ ત્‍યારે શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠના પ્રમુખ તરીકે મને ચોક્કસ વિચાર આવ્‍યો કે અમને ઘરની અંદરસુખ શાંતિ હોય માજી અને એમના દીકરી ખૂબ સારી રીતે જીવન જીવે એના માટે સંસ્‍થા તરફથી કપડાં વાસણ અનાજ મસાલા અને શકય હોય એટલું તેમનું સરસ મજાનું ઘર ચોમાસા પહેલા બની જાય એ વ્‍યવસ્‍થા પણ સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના માધ્‍યમથી ચોક્કસ કરવામાં આવશે. સમાજને પ્રાર્થના કરું છું કે આવા પરિવારો આવા વડીલો આવા પ્રયત્‍નો આવી બહેનો એકલી અનેક જગ્‍યાએ હોય છે. તમારા ધ્‍યાનમાં આવા કોઈ પરિવાર આવે તો ચોક્કસ એને મદદરૂપ થજો, એને પૂછજો એની હેલ્‍પ પૂછજો એની જરૂરિયાતો પૂછજો ભગવાન તમને અનેક ઘણું આપશે અને કદાચ તમે ન આપી શકવાની શક્‍તિ ધરાવતા હો તો અમારું ધ્‍યાન દોરજો ચોક્કસ એવા પરિવારોને મુલાકાત લઈ અને સમાજના સહયોગને સમાજના દાતા તેમને યથાશક્‍તિ જે કઈ જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે અમે ચોક્કસ પ્રયત્‍ન કરીશું.
આજે આ સુખાલા ગામના વીણાબેન માજી અને એમની દીકરી અરુણાબેન એમના માટે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું પ્રભુ એ પરિવાર ખૂબ શાંતિથી ખૂબ સૂખેથી સારી રીતે જીવી શકે એ વ્‍યવસ્‍થા કરવાની શક્‍તિ અમને આપજો સમાજના સૌ દંપતિઓ અને આવા ગરીબો બંને માટે પ્રાર્થના કરી હું મારા ભક્‍તો અને આપણે સૌ સાથે મળી આપણા રાષ્‍ટ્રને આવા ગરીબ અથવા રોગી કોઈપણ વ્‍યક્‍તિઓ વિકલાંગો હોય એમને મદદ કરવાની પ્રતિજ્ઞા લેવામાં કપિલસ્‍વામીજીએ અનુરોધ કર્યો છે.

Related posts

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

Leave a Comment