October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

દમણ-દીવ બેઠક માટે લાલુભાઈ પટેલના નામની ઘોષણા થતાં ઠેર-ઠેર આનંદ, ઉત્‍સાહ અને ઉમંગનો માહોલઃ લોકો સ્‍વયંભૂ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી લાલુભાઈ પટેલની પસંદગીનું કરી રહેલા સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે 19પ ઉમેદવારોના નામ સાથેની જાહેર કરેલી પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે દમણ-દીવના વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલનો પણ સમાવેશ કરાતા સમગ્ર પ્રદેશમાં આનંદ, ઉત્‍સાહ અને ઉમંગની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે ભાજપના રાષ્‍ટ્રીય કાર્યાલયમાં મહામંત્રી શ્રી વિનોદ તાવડેએ 19પ ઉમેદવારોને સમાવેશ કરતી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. દમણ-દીવના લોકોને ભારે કૂતુહલતા હતી તેમાં શ્રી લાલુભાઈ પટેલના નામની ઘોષણા થતાં ઠેર-ઠેર ઉત્‍સવ જેવું વાતાવરણ સર્જાવા પામ્‍યું હતું. ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી લોકોએ શ્રી લાલુભાઈ પટેલની ઉમેદવારીને વધાવી હતી.
દમણ-દીવના વર્તમાન સાંસદ અને ચોથી વખત ભાજપના ઉમેદવાર બનીરહેલા શ્રી લાલુભાઈ પટેલનું દમણ-દીવ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ અને અન્‍ય પદાધિકારીઓએ ભારે ઉત્‍સાહથી સ્‍વાગત કર્યું હતું.
દમણ-દીવની લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાની પસંદગી કરવા બદલ દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી. નડ્ડાનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો. તેમણે દમણ-દીવના લાખો કાર્યકરોના આશીર્વાદથી મળેલી ટિકીટ પ્રદેશના વિકાસ માટે સમર્પિત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ચોથી ટર્મમાં દમણ અને દીવનો ઔર વધુ ગતિથી વિકાસ થશે અને સમગ્ર વિશ્વમાં દમણ-દીવનો ડંકો વાગશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.

Related posts

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment